સિંગતેલના ભાવમાં ડાઉન ટ્રેન્ડઃ બે સપ્તાહમાં ડબે રૂ. ૩૦થી ૪૦ તૂટ્યા

અમદાવાદઃ સિઝનની નવી આવક આવવાની તૈયારીમાં છે ત્યારે સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૪૦થી વધુનો ઘટાડો નોંધાઇ રૂ. ૧૮૭૦થી ૧૮૮૦ની સપાટીએ ભાવ પહોંચી  ગયા છે. આગામી ત્રણથી ચાર સપ્તાહમાં પિલાણ માટેની નવી મગફળી બજારમાં આવવાની શરૂ થઇ જશે અને તેને કારણે નવી આવક આવવાની શક્યતાઓ પાછળ સ્ટોકિસ્ટો દ્વારા સ્ટોક હળવો કરાતાં સિંગતેલમાં ઉપલા મથાળેથી ભાવ ઘટ્યા છે.ઉલ્લેખનીય છે કે સિંગતેલ આ અગાઉ છેલ્લા કેટલાય સમયથી ઉપલા મથાળે રૂ. ૧૯૧૦થી ૧૯૨૦ની સપાટીએ સ્થિર જોવા મળ્યું હતું, પરંતુ સ્થિર માગે ભાવ ઊંચા મથાળે ટકેલા હતા. હવે જ્યારે બજારમાં પિલાણ માટેની મગફળીની નવી આવક આવવાનો સમયગાળો નજીક આવી રહ્યો છે તથા આ વખતે પાક પણ ઊંચો આવવાની શક્યતાઓ પાછળ ફરી એક વખત સિંગતેલના ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે.
 
You might also like