સાહિત્ય અને ભાષાના વિદ્યાર્થીઓ માટે લંડનમાં સ્કોલરશિપ 

લંડનની એડિનબર્ગ યૂનિવર્સિટીના ધી સ્કૂલ ઓફ લિટરેચર્સ, લેંગ્વેજ એન્ડ કલ્ચર્સ (L.L.C.) દ્વારા સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશિપ એકેડેમિક વર્ષ 2015-16 માટે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને એડિનબર્ગ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આકર્ષિત કરવાના હેતુથી L.L.C. માસ્ટર્સ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. 

L.L.C. માસ્ટર્સ સ્કોલરશિપ માટેની લાયકાત અને શરતોઃ 

– અરજદારોએ 31 જાન્યુઆરી 2015 પહેલા યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ લિટરેચર, લેંગ્વેજીસ અથવા કલ્ચર્સના માસ્ટર પ્રોગ્રામમાં એડમિશન માટે અરજી કરી હોવી જોઇએ.

– આ એવોર્ડ સંપૂર્ણ પણે એકેડેમિક મેરિટ પ્રમાણે આપવામાં આવે છે.

– અરજી કરનાર પાસે ફર્સ્ટ ક્લાસ ઓનર્સ અંડરગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઇએ.

– સ્કોલરશિપ માટે ઓનલાઇન અરજી કરી સકાય છે. 

અરજી કરવાની છેલ્લી તારીખઃ 

16 ફેબ્રૂઆરી 2015

વેબસાઇટઃ

www.ed.ac.uk

You might also like