સાપ્તાહિક રાશિ ભવિષ્યઃ ર૪ ઓગષ્ટથી ૩૦ ઓગષ્ટ સુધી 

મેષ  

આ તબક્કામાં સંપૂર્ણતા, સંતોષની લાગણી અનુભવશો. સંતુષ્ટ જીવન જીવવામાં મદદ કરે તેવી બાબતો આપ શોધી કાઢશો, જેમાં કદાચ મિત્રો અને પરિવાર પણ સામેલ હશે. હકીકતમાં આપ આપની તમામ શક્તિ આ ધ્યેય સિદ્ધ કરવા પાછળ કામે લગાડશો. બાળકો સાથે વધુ સમય વિતાવશો. આપ ત્વરિત લાભ મેળવવા માટે જોખમી મૂડીરોકાણ કરશો. જેમાં આપને લાભ થવાની અથવા તો નિયમિત આવકમાં વધારો થવાની શક્યતા છે.

સિંહ 

આપ માટે મોજમજા અને મનોરંજનનું સપ્તાહ છે. આનંદ અને મનોરંજન મેળવવાનો સ્ત્રોત લોકો જ હશે એ સહજ છે. તેથી આપ મિત્રો, સ્નેહીજનોથી વીંટળાયેલા રહેશો અને તેમની સાથે ખુશીમાં સમય પસાર કરશો. અંગત રીતે આપની પાસેથી ઊંડી લાગણીઓ અને જવાબદારીઓની અપેક્ષા રાખશે. આપ નોકરી વ્યવસાયમાં આપની કુશળતા દાખવી શકશો. આ સપ્તાહે તમારું આરોગ્ય સારું રહેશે.

ધન 

આ સપ્તાહે આપ જિંદગીનાં કેટલાંક નિર્ણાયક પાસાં ખાસ કરીને તમારા વ્યવસાયની બાબતે કામ કરતાં દેખાશો. પરિવારને લગતી પ્રવૃત્તિઓમાં ઓછી દિલચસ્પી દાખવશો. માહિતી, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર આપ ધ્યાન કેન્દ્રીત કરો એવું બને. આ નવાં ક્ષેત્રોમાં આપની રુચિ વ્યાવસાયિક જીવન પર બહુ મોટી અસર કરશે. આ બધું સારું દેખાશે, પરંતુ આપ આ નવા રસપ્રદ વિષયોમાં વધારે ખૂંપી જાવ તેવું પણ બને.

વૃષભ 

નવા સંપર્કો અને ઓળખાણો થાય અને તેનાં પરિણામે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણો ગુંજારવ અને રોમાંચકતાનો પ્રવેશ થાય. સામાજિક રીતે ઘણો વ્યસ્ત સમય ચાલી રહ્યો છે. સ્વાસ્થ્યની કાળજી આનંદની ચાવી છે તે વાતને યાદ રાખશો. વધુ પડતો કામનો બોજ ન રાખશો. આરામ માટેનો સમય પણ તારવી લેશો, મોટો સોદો થાય અને તે તમારા માટે ઘણો ફાયદાકારક નીવડે અને તમે ગૌરવ બક્ષે.

કન્યા 

શરૂઆતમાં આપનું વલણ નિરાશાવાદી રહેશે પણ આપનાં દરેક કાર્ય વિના વિઘ્ને પાર પડે. આ સમયગાળામાં જેટલા પ્રમાણમાં સખત પ્રયત્નો કરવામાં આવે એટલા જ પ્રમાણમાં વધુ લાભો મેળવી શકશો. આપનાં માન, સન્માન અને પદ, પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. જોકે આ સપ્તાહનો સમયગાળો આપના માટે દરેક રીતે શુભ જ રહેશે એવું નથી. વ્યાવસાયિક ક્ષેત્રે કટલીક તકલીફોનો સામનો પણ કરવો પડશે.

મકર 

તમારું પ્રભાવી વ્યકિતત્વ તમને એ વાતની ખાતરી આપશે કે તમારે જે જોઇએ તે તમે મેળવીને જ ઝંપશો. તમારા માટે હવે સામાજિક મેળાવડાઓ કરતાં લોકો વધુ મહત્ત્વના બનશે. તમને લોકો સાથે વાત કરવાની, અર્થપૂર્ણ સંવાદો યોજવાની જરૂરિયાતનો અહેસાસ થાય. તમને ઘણા ખાટામીઠા અનુભવો થયા છે તેથી તમે સમસ્યાઓથી બિલકુલ ગભરાતા નથી. સમસ્યા ટળી ન જાય ત્યાં સુધી તમે એકદમ શાંતિ જાળવશો.

મિથુન 

આપની ઈચ્છા પૂર્તિ થઈ ગઈ. હવે આ સંતોષ અને વિજેતાની લાગણી અનુભવતા હશો. આપ પરિવાર અને કાર્યક્ષેત્ર બંને વચ્ચે સારી રીતે સંતુલન જાળવી શકશો. તમે તમારા પરિવાર સાથે તમારો સમય ઘણો સરસ રીતે વિતાવશો. તમારી રચનાત્મક પ્રતિભા શિથિલ થઈ જવાથી એ પ્રવૃત્તિ તમે કરી નહીં શકો. તમારા વ્યક્તિગત સંબંધો વિશે કહેવું જરૂરી છે કે કંઈક મેળવવા કંઈક ખોવું પડે છે. યોજનાઓ બનાવતાં પહેલાં તેનાં પરિણામો વિચારી લેજો.

તુલા 

વ્યાવસાયિક ક્ષેત્રે અટકેલાં કે લાંબા સમયથી ચાલ્યા આવતાં કાર્ય પૂર્ણ થાય અને એનાથી ધન લાભ થાય. જોકે આ અઠવાડિયા દરમિયાન વ્યાવસાયિક ક્ષેત્રે ચઢાવ ઉતારની પ્રબળ સંભાવનાઓ રહેલી છે. આ સપ્તાહે તમને દૂરના સ્થળની યાત્રા કરવાની અવસર મળી શશકે. મિત્રો, સહયોગીઓ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળતો રહેશે. આપણી પદોન્નતિ થવાના પણ યોગ બને છે. નેતૃત્વ ગુણથી લાભમાં વધારો થાય.

કુંભ 

તમે તમારી કાર્યકુશળતા અને કાબેલિયતને અદ્યતન માધ્યમોની મદદથી વધુ ધારદાર બનાવશો. અંદરખાનેથી આપ ઘણો પરિશ્રમ કરતા હોવા છતાં બહાર કોઇને આ વાતની જાણ થવા નહીં દો અને શાંત રહેશો. આપને જિંદગીમાં દંભ અને દેખાવ કરવો ગમતો નથી. તમારી ખાસિયત એ છે કે કોઇ વ્યકિત પર પ્રભાવ પાડવા કે સારી છાપ ઊભી કરવા આપ મહેનત નથી કરતા. આપ માત્ર આત્મસંતોષ ખાતર જ મહેનત કરો છો.

કર્ક

તમારી પ્રતિષ્ઠિત સામાજિક છાપથી ધ્યાન હટાવીને તમે સ્થાનિક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરશો. આનાથી તમારા વિચાર અને વર્તનમાં ઘણું પરિવર્તન આવશે. તમે ઘર અને પરિવારમાં સુમેળ સ્થપાય એ માટે પ્રયત્નો કરશો અને તમારી આંતરિક કોઠાસૂઝથી કામ લેશો. અત્યાર સુધી આગેવાન તરીકે કામ કરતા હતા પણ હવે પાછલી હરોળમાં રહીને કામ કરવાનું પસંદ કરશો. કારકિર્દીલક્ષી મૂંઝવણોનો ઉકેલ આવે.

વૃશ્ચિક 

આ સપ્તાહ મનોરંજન અને મોજશોખમાં  પસાર થશે. સમાજમાં હળવા મળવાનું થશે અથવા તો આપ કોઇ સાથે રોમેન્ટિક સંબંધો બાંધશો. આ સમયગાળા દરમિયાન સંપર્ક, સંદેશા  વ્યવહાર અને કરારોને વધુ મહત્ત્વ મળશે. આપ કોઇ એવી ખાસ વ્યકિતના સંપર્કમાં આવશો જે આપના જીવનમાં પ્રકાશ રેલાવશે અને જીવનને એક નવી જ વ્યાખ્યા આપશે. ટૂંકમાં આ તબક્કો જિંદગીમાં આનંદ અને ઉત્સાહમાં વૃદ્ધિ કરશે.

મીન 

સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર કર્તવ્ય, જવાબદારીઓ અને ફરજોનો ભાર આવી પડશે. આધ્યાત્મિક વાતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો આપનો પ્રેમ તમારામાં જુસ્સાનો સંચાર કરશે. જોકે આપના બાળક માતા પિતા અને સંબંધીઓ આપને આગળ વધવા પ્રોત્સાહન  આપશે. આ સપ્તાહે આપની આ લાક્ષણિકતાઓ છતી થશે. આપ પરિવારજનોની સુરક્ષા વિશે ચિંતિત રહેશો એમ લાગી રહ્યું છે. 

You might also like