સાપ્તાહિક રાશિ ભવિષ્યઃ તા. ર૮ સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર સુધી

મેષઃ કૌટુંબિક અને પારિવારિક બાબતોમાં તમે સક્રિય ભૂમિકા અદા કરશો. લોકોના માનસપટ પર તમે ‌તમારી વિશાળ ઇમેજ ઊભી કરી શકશો. તમારી કામ કરવાની સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે. તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદા કરતાં સામાજિક મૂલ્યોનું વધારે ધ્યાન રાખશો. તમે ઉત્કટતાથી પ્રેમની લાગણી અનુભવશો.

સિંહઃ આ સપ્તાહે ઉધાર પૈસા આપતી વખતે વ્યવહારિક થઇને નિર્ણય લેજો. અન્યથા વધુ પડતા વિશ્વાસને કારણે પૈસો અને સંબંધ બંને ગુમાવવાનો વારો આવશે. સ્વાસ્થ્યના મામલે કઠિન સમય ચાલી રહ્યો છે. સંતાનને પણ સ્વાસ્થ્યની મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે. ગ્રહોની સ્થિતિ અનુસાર નાની નાની બાબતોમાં  લાંબા સમય ચિંતાતુર રહેવાય અને આપના હિત માટે આ સ્વભાવને તત્કાલ બદલવાની સલાહ છે.  

ધનઃ ગત સપ્તાહની દોડધામ અને વ્યસ્તતા પછી આપનું આ સપ્તાહ આરામ અને હળવાશમાં પસાર થશે. સુખ શાંતિની આ પળોમાં આપ પરિવાર અને પરિવારજનોની ખુશીને પ્રાથમિકતા આપી શકશો. ઉચાટ અને વ્યગ્રતા વગર શાંતિની  દરેક બાબતો હાથ ધરવાનું આપનું વલણ આપને ઘરમાં ઘણું કામ લાગશે. આ ભાવના જાળવી રાખશો તો તે તમારા અને પરિવાર માટે ઘણી જ અનુકૂળ સાબિત થશે.

વૃષભઃ આ પડકારજનક અને સખત મહેનતનો સમય છે. આપ આપની જાત પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખો તેવી શકયતા છે. જોકે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા અને શ્રેષ્ઠતાથી કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, જે વિશ્વમાં બહુ ઓછું જોવા મળે છે. તેનાથી ચોકકસ આપના સ્વજનોને ઘણો ફાયદો થશે, પણ આપ હજુ જેમની સાથે રોજ કામ પડવાનું હોય તેવા લોકોની સંભાળ લેશો.

કન્યાઃ કાર્યક્ષેત્રે આપના સન્માનને ઠેસ પહોંચાડવાની સંભાવનાઓ રહેલી છે. વડીલોની સલાહ અને માર્ગદર્શનનો ફાયદો મળશે. નોકરી બદલવી હાલ આપના માટે યોગ્ય નહીં રહે અને આવકમાં અનિયમિતતા રહેશે. વ્યાવસાયિક કાર્યો માઠે કરજ લેવાનો વિચાર કશો. પ્રેમસંબંધો માટે આ સમય અનુકૂળ નથી. પ્રેમસંબંધ પણ આ સમયગાળામાં આપના માટે કષ્ટપૂર્ણ રહેશે. ધન હાનિની સંભાવનાઓ જોવા મળશે.

મકરઃ આ સપ્તાહે આપની પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને આપનો પરિવાર હશે. આપ પરિવારના સભ્યો તરફથી અલગ અલગ પ્રકારે સહકાર અને સુખ ચેનનો અહેસાસ કરી શકશો. આ સમયગાળામાં આપનો મુખ્ય રસનો વિષય પરિવાર હશે. આપ લાગણીઓની વર્ષા તેમના પર કરશો. પ્રવાસ માટેની યોજના ઘડી શકશો. આપ કયાં તો પરિવાર સાથે રજાઓ ગાળવા જશો અથવા બિઝનેસના હેતુસર બહારગામ જવાનું આયોજન કરી શકશો.

મિથુનઃ લાભદાયી  સપ્તાહ રહેશે. તમે નવાં ક્ષેત્રો શોધવામાં સફળ થશો જે તમારી યોગ્યતા અને અનુભવમાં વધારો કરશે. વ્યવસાયી બાબતોમાં આ સપ્તાહ નવા કામની શરૂઆત માટે શુભ છે. ધીમે પણ નિશ્ચિતપણે તમારું જીવન બહેતર બની રહ્યું છે. તમારા સ્વભાવની સારપ અને મીઠાશને કારણે દુશ્મન પણ તમારો દોસ્ત બની જશે. તમારા માન સન્માનમાં અનેકગણો વધારો થશે અને  મિત્રો તેમજ પરિવારજનો સાથે નિકટતા વધશે.

તુલાઃ આપના માટે આ સમયગાળો મોટા ભાગે અનુકૂળ રહેશે. પરિવારમાં પ્રેમ અને ઉલ્લાસનું વાતાવરણ ઊભું થાય અને નજીકના મહેમાનોનું આગમન થાય. સ્થાયી સંપત્તિ ખરીદવા માટે આ સમય સંપૂર્ણ અનુકુળ રહેશે. પ્રેમસંબંધમાં થોડી સાવધાની રાખજો. રિટેલ વ્યાવસાયિકો ખાસ કરીને આભૂષણ, વસ્ત્ર, વાહન, મેડિકલ, અનાજ, લોખંડ, સિમેન્ટના વેપારના કે નિર્માણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે.

કુંભઃ ઇચ્છાઓ ફળીભૂત થાય. આનંદ પ્રમોદનું પ્રમાણ વધે. સામાજિક બાબતોમાં વધુ પડતા રત રહેશો. જોકે સમયાંતરે તમે અંતરયાત્રાએ નીકળી પડશો. તમારું બહારનું વ્યકિતત્વ અંદરના વ્યકિતત્વથી ભિન્ન છે. પરિવારમાં કે સામાજિક ક્રિયા-પ્રક્રિયાઓમાં એક જ સિક્કાની બે બાજુઓ જેવી પ્રેમ અને ધિક્કારની બંને લાગણીઓનો તમને અનુભવ થશે. મુકાબલો કરતાં શીખવું એ તમારા વ્યકિતત્વને મજબૂત કરવાનો જ રસ્તો છે.

કર્કઃ તમે પરિવાર માટે બને તેટલો વધુ સમય ફાળવવામાં સફળ થશો અને તમારી આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થાય. નવા પ્રેમ સંબંધો માટે આ સમયગાળો વિશેષ અનુકુળતા દર્શાવે છે. આપ પરિવાર સાથે કે પ્રેમીજન સાથે હરવા-ફરવાનો કાર્યક્રમ બનાવી શકશો. નવા મૈત્રી સંબંધો સ્થપાય અથવા તો વિસરાયેલા જૂના મિત્રો સાથે મેળાપ થાય. વધુ પડતા ખર્ચ સામે ચેતવણી આપતાં ગણેશજી આપને કરકસર ઉપર ભાર મૂકવાની સલાહ આપે છે. 

વૃશ્ચિકઃ આત્મનિરીક્ષણનો આ સમય છે. અત્યાર સુધી આપનું ધ્યાન વિવિધ દુન્વયી બાબતોમાં હતું જે હવે પોતાની જાત પર કેન્દ્રિત થયું છે. હવે આપ આપના વ્યકિતત્વ તથા કપડાં, એકસેસરી, સંપત્તિ તથા ઘરને નવું સ્વરૂપ આપવા તરફ ધ્યાન કેન્દ્રીત કશો. આ બાહ્ય આડંબર નથી પણ તમે બદલાતા વિશ્વ સાથે તાલ મેળવવા માગો છો. તમારા આત્મવિશ્વાસમાં ઘણો બધો વધારો થાય અને આ ફેરફારથી તમે ખૂબ સંતોષ પણ અનુભવશો.

મીનઃ આ સમયગાળામાં શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. જોકે આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઇએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઇ શકે છે અને તેનું પરિણામ ઘણું સારું આવી શકે છે. આપ લાંબી યાત્રા અંંગે પણ વિચારી શકો છો, પરંતુ તે આપના ખિસ્સાંને ભારે પડે તેવી શકયતા છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે. આપના મૌલિક વિચારો સાથે આપ મળતી તકોનો યથાયોગ્ય લાભ ઉઠાવી શકશો.

 

You might also like