સાપ્તાહિક રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) :આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એકવાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતા પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતાઓ તો વિકસિત કરશો જ, એનો પ્રયોગ પણ કાર્યસફળતા માટે કરીને સફળતા મેળવશો. એ માટે ગણેશજીનો આભાર માનશો. આપ પ્રેરકબળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો કોઇપણ મુશ્કેલ પરિ‌િસ્થ‌િતનો ઉકેલ લાવી શકશે. આપ કોઇ સીમાચિહ્ન હાંસલ કરશો.

વૃષભ (બ,વ,ઉ) : આ અઠવાડિયે પણ ગયા અઠવાડિયાનું વલણ મદદ કરશે. ભવિષ્યમાં થનાર લાભને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવશો. એ યોજનાઓ પરિપક્વ હશે અને એની માહિતી તમારા મનમાં સ્પષ્ટ હશે. માટે અેને અમલમાં મૂકવા માટે પ્રવાસો, જોડાણો, મિટિંગો અને સહકારબંધનું આયોજન તમે આ અઠવાડિયે કરશો. આ બધું ભવિષ્યમાં ઉચ્ચસ્તરના અધ્યયન, શોધ, પ્રાકૃતિક વિજ્ઞાન અને જોડાયેલા કોર્સ માટેના પ્રવાસો સાથે સંકળાયેલું હશે. તમારા પરિવારનાં નાણાંને લઇને સાહસ ન ખેડવાની ગણેશજી સલાહ આપે છે.

મિથુન (ક,છ,ઘ) : આપનાં સપનાંઓ અને ઇચ્છાઓ ખીલી ઊઠશે. અને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચશે. શાંતિ અને સંતોષથી વધુ જરૂર વર્તાશે. ધીમા પડવાની ગણેશજી સલાહ આપે છે.સમય આપની પાસે જે કંઇ છે તેને પાછું વળીને જોવાનો અને તેની કદર કરવાનો છે. ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી લાગણી આ મહિનાની મુખ્ય બાબત છે. ગણેશજી કહે છે કે યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરો. ટૂંકમાં, શાંતિથી બેસીને આપનાા પર વરસેલા ગણેશજીના આશીર્વાદ માટે કૃતજ્ઞતાની લાગણી અનુભવવી રહી. 

કર્ક (ડ,હ) : આ અઠવાડિયે તમે જે મહેનત કરશો તેની સફળતા, પ્રસિદ્ધિ, ઓળખ તમને મળવાને લીધે તમે એ મહેનતનો આનંદ પણ માણી શકશો. એના લીધે ભવિષ્યમાં પણ તમને માન-સન્માન મળી શકે છે. આ સપ્તાહે નાણાંને લગતી બાબતોને આપ ઘણું મહત્વ આપશો.નાણાકીય બાબતો, આપની આવક, જવાબદારીઓ, મિલકત અને ભાવિ યોજનાઓ પાછળ આપ આપનું મગજ લગાવશો. જો કે નાણાંને આપત્તિના સમય માટે બચત સાચવી રાખવા સલાહ છે. 

સિંહ (મ,ટ) : આ પડકારજનક અને સખત મહેનતનો સમય છે. આપ આપની જાત પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખો તેવી શક્યતા છે. ગણેશજી કહે છે કે ‌ચિંતાની જરૂર નથી. આપ લોકોને ખુશ કરવા માટે પ્રેરણા અને શ્રેષ્ઠતાથી કાર્ય કરો છો. આપ દરેક વસ્તુની કાળજી લો છો, તેનાથી ચોક્કસ આપનાં સ્વજનોને ઘણો ફાયદો થશે. હજુ પણ જેમની સાથે આપને રોજ કામ પડવાનું હોય તેવા લોકોની જ સંભાળ લઇ શકશો. આપ આપના ધ્યેય તરફ આગળ વધો પણ બને તેટલા ઓછા વિવાદ સાથે. 

કન્યા (પ,ઠ,ણ) :અદ્ભુત સપ્તાહ, આપની કારકીર્દિ અને પ્રતિષ્ઠા તેની ટોચે પહોંચશે. પગાર ઉપરાંતના લાભ, બઢતી અને સરાહના તથા વ્યક્તિગત લાભ આકાશ આંબશે. થોડા વિલંબ પછી પણ આપ આપનો પ્રગતિનો માર્ગ મોકળો કરી શકશો તથા આપના ઉપરી અધિકારીને ખુશ કરી શકશો. આપે ઘણી મહેનત પછી આ બધું મેળવ્યું છે તે વાતને કોઇ નકારી નહીં શકે. આ સપ્તાહે આપને નાણાકીય ચિંતા નહીં સતાવે. તમારા માટે પરિવાર, સમાજને લગતી મોટી બાબતોની સમસ્યાઓમાં તમારી સહયોગથી ઉકેલ મળે. 

તુલા (ર,ત) : સંબંધો તમારે માટે આનંદ અને શાંતિનો એકમાત્ર સ્રોત બનશે. તમારો સ્નેહ ભલમનસાઇ અને સહનશીલતા સાથે વિકસિત થયો છે, માટે એવા આદાનપ્રદાનમાં એક જાતની નિરંતરતા રહેશે. એ સ્નેહને કારણ અમુક સંઘર્ષો ઊભા થતાં પહેલાં જ ધીમા કે બંધ પડી જશે. લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ વિકસાવીંને આપ આધ્યાત્મિક ઉંચાઇ સર કરશો. જીવનને આપ અલગ દૃષ્ટિકોણથી જોશો, પરંતુ આપની રોજિંદગી જવાબદારીઓમાં આપ છટકી નહીં શકો. યોગ્ય સંતુલન જાળવી શકશો.

વૃશ્ચિક (ન,ય) :ગયા અઠવાડિયે  તમારા રાશિફળમાં જે ફાયદાઓ વર્ણવ્યા હતા તે આ અઠવાડિયે પણ ચાલુ રહે. તમને નવા વિચારો, સાહસિક યોજનાઓ, સૂચનો આકર્ષશે. એના લીધે સમાપ્ત થનારી કે થઇ રહેલી અથવા નવી યોજનાઓના સંદર્ભે પ્રક્રિયાઓ, નવા મિત્રો સાથે તમે જોડાશો. સામાજિક રીતે તમે લોકો માટે આશાસ્પદ રહેશો, પ્રશંસાપાત્ર પણ રહેશો. તમારો નાણાકીય લાભ તમને અધ્યાયય અને રહસ્યવાદ તરફ દોરી જાય. તમારા સ્વભાવમાં અચાનક પરિવર્તન આવે.

ધન (ભ,ધ,ફ) :રોકાણ અને સોદાઓની બાબતમાં આપ વિજેતાના મૂડમાં હશો તેથી સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ અને સંતોષ તથા નાણાનો પ્રવાહ વહેતો થશે. શેરોના ભાવ ઊંચા જશે. આપ આપના પ્રિયપાત્ર, મિત્રો અને દૂરના પરિવારજનો સાથે લાગણીઓની આપ લે કરશો તે નવાં શિખરો સર કરશે. વધુમાં, આપ આપની અથાગય મહેનતનું ઘણું સારું વળતર મેળવશો. ગણેશજી આપની સાથે છે. આ સમયે આપને સ્વયંસ્કૂરિત પ્રેરણા થશે તેમ લાગે છે. આ સપ્તાહે આપ ખોટું પગલું ભરવાની પોતાની જાતને રોકી શકશો.

મકર (ખ,જ) :આ સપ્તાહે આપ વ્યસ્ત રહેશેે. ટૂંકી મુસાફરી, જોડાણો અને પત્રવ્યવહાર થઇ શકે છે અને ગણેશજી આપને આપના મનોવલણ પર અંકુશ રાખવા માટે ચેતવે છે. આપે વધુ સચોટ બનવાની જરૂર છે. હિમશીલા જેવા કઠોર બની રહેવાની પ્રગતિ નહીં થાય. આગળ વહેવા માટે પીગળવું પડશે. ગણેશજીની સલાહ છે કે શરમ અને ગભરાટ દૂર કરવા માટે આ યોગ્ય સમય છે. બહાર નીકળી મનોરંજન, ખરીદી, આનંદ અને પાર્ટીમાં આની જાતને પ્રવૃત્ત કરી શકો છો. બધી બાબતો કામ સાથે જોડાયેલી ન હોવી જોઇએ.

કુંભ (ગ,શ,સ) :આર્થિક બાબતો ઉપર પ્રભુત્વ મેળવી શકશો. આ ઉપરાંત તમે લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીઓની અનુભૂતિ કરશો. તમારો અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. વૈશ્વિક સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો પોતાનો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બાબત બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળવાની ગણેશજી સલાહ આપે છે. કારણે કે આવી દલીલો તમારા સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે. સમાજસેવાનાં કાર્યો યશ અપાવશે.

મીન (દ,ચ,ઝ,થ) : આ સમય મૂંઝવણ અને અનિશ્ચિતતાનો છે. તમને ખબર નથી કે તમે કઇ તરફ જઇ રહ્યા છો. ગણેશજીનો આગ્રહ છે કે મિત્રો અને પ્રિયજનોને શોધો.એકલા મનમાં ધોળાયા કરવાનો આ સમય નથી. આધ્યાત્મિક, કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસે હજી સાચી સલાહ મળી રહેશે. આ સપ્તાહે આધ્યાત્મિક પ્રવાસ થવાની શક્યતા છે. જાત્રા કે પવિત્ર સ્થળની મુલાકાત થઇ શકે છે. આપના જીવનમાં પરિવર્તન આવી રહ્યા છે. અાપ રહેઠાણ બદલો તેવી પણ શક્યતા છે.

 

 

 

You might also like