સાપ્તાહિક રાશિભવિષ્યઃ જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું?

મેષ (અ,લ,ઈ) : આ સપ્તાહમાં એક પછી એક મોટા ખર્ચાઓ  આપની રાહ જોઇને જ ઊભા છે અને આપે તેનો સામનો કરવો જ રહ્યો. શરૂઆતમાં નાણાકીય પ્રશ્નોના ઉકેલ માટે આપે મોટી યોજનાઓ બનાવવી પડે. પણ સદભાગ્યે ગણેશજી આપની વહારે આવશે. સૌથી સારી વાત એ છે કે આપનાં સપનાંઓ સાકાર કરવા માટે તે આપને સૌથી વધુ સમય આપશે જેથી કરીને આપની મહત્ત્વાકાંક્ષાઓ સાકાર કરી શકાય.

વૃષભ (બ,વ,ઉ) : આ અઠવાડિયે તમે ઘણી બધી સમૃદ્ધિ અને પુરસ્કાર મેળવશો. ખાસ કરીને આધ્યાત્મિક અને માસિક વૃદ્ધિ અને વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદ્દેશ્યો, ભવિષ્ય અને વિશ્વમાં તમારું સ્થાન વગેરે બધું ઉપર કહેલી નજરે જ પરખવામાં આવશે. પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન આવશે પણ પ્રગતિ તરફ વધવાનું ચાલુ રહેશે. તમારી મૌલિક સૂઝનો ઉપયોગ થશે.

મિથુન (ક,છ,ઘ) : સંબંધો તમારે માટે આનંદ અને શાંતિનો એકમાત્ર સ્તોત્ર બનશે. તમારો સ્નેહ ભલમનસાઇ અને સહનશીલતા સાથે વિકસિત થયો છે. માટે આવા આદાનપ્રદાનમાં એક જાતની નિરંતરતા રહેશે. એ સ્નેહને કારણે અમુક સંઘર્ષો ઊભા થતા ધીમા કે બંધ પડી જશે. લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ વિકસાવીને આપ આધ્યાત્મિક ઊંચાઇઓ સર કરી શકશો. જીવનને આપ અલગ દૃષ્ટિકોણથી જોવા લાગશો, પરંતુ રોજિંદગી જવાબદારીઓમાંથી છટકી શકશો નહીં.

કર્ક (ડ,હ) : ઈશ્વર સર્વમાં બિરાજમાન છે એ વાત અમલમાં મૂકીને તમે ઇશ્વરને તમારી ભીતરમાં શોધવાની આંતરિક ખોજ આરંભશો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના વિધિ વિધાનોથી દૂર રહેશો. ધન લાભ થાય અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારે આધ્યાત્મિક યાત્રાની સાથે સાથે પૈસાને લગતી બાબતોમાં પણ વધારાનો સમય ફાળવવો જરૂરી છે. તેમજ બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ આવશ્યક છે.

સિંહ (મ,ટ) : આ સમયગાળામાં પરિવાર સુખમાં ઓછપ આવવાના યોગો છે. આપના દાંપત્ય જીવનમાં તણાવ અને કડવાશ આવવાની સ્થિતિનું નિર્માણ થાય. આપના જીવનસાથીના નિરાશાવાદી સ્વભાવને કારણે હેરાનગતિઓમાં વધારો થાય. પરિવારજનો ઉપર તમે વધુ પડતો ક્રોધ કરી રહ્યા છો જે તમારા માટે દુર્ભાગ્યને નોતરી શકે છે. જોકે અત્યારનો કઠિનમાં કઠિન સમય પણ તમે ખૂબ જ સરળતાથી પસાર કરી શકશો તેમ લાગી રહ્યું છે. 

કન્યા (પ,ઠ,ણ) : આ તબક્કે તમે અસહકારનો માર્ગ પસંદ કરશો અને લોકો સાથેના વ્યવહારમાં પણ તમે સખત વલણ અપનાવશો. નાણાકીય લાભો એની રીતે જ મળતા રહે પણ તમે કોઇ તાત્કાલિક લાભ મેળવવાનો ઇરાદો રાખશો નહીં. ટૂંકો પ્રવાસ અને ભાગીદારીઓ તમારા માટે આ અઠવાડિયાનું આકર્ષણ રહેશે. તમારે ખરીદી માટે પણ જવાનું થાય અને તમે કેટલીક મોજશોખની ચીજવસ્તુઓની ખરીદી પણ કરી શકો.

તુલા (ર,ત) : આ સમયગાળામાં તમને મિત્રો અને પ્રવાસથી લાભમાં વધારો થાય. તમારા શત્રુઓ ઇચ્છે તો પણ આ સમયમાં તમારું કાંઇ બગાડી શકશે નહીં. હકારાત્મક વિચારસરણીનું અનુસરણ કરવાના કારણે તમારામાં ઘણા નોંધપાત્ર ફેરફાર દેખાય. દરેક કાર્યમાં તમારી ઊર્જા અને ઉત્સાહના દર્શન થાય અને તેનાથી તમારી આસપાસના લોકો ઘણા પ્રભાવિત થાય.  દરેક રીતે આ અઠવાડિયું તમારા માટે સુખદાયક રહેશે.

વૃશ્ચિક (ન,ય) : બિનજરૂરી દોડાદોડી થાય. આકસ્મિક ખર્ચ અને વધુ પડતા ક્રોધને કારણે આપને આર્થિક અને સામાજિક નુકસાનીનો સામનો કરવો પડે. વ્યવહારિક કાર્યોમાં વિઘ્ન આવવાની સંભાવના છે. સુખનાં સાધનો પાછળના ખર્ચનું પ્રમાણ ઘટે. આંખ સંબંધી રોગ થવાની સંભાવના છે. આ સપ્તાહમાં આપે સાહસનો પરિચય આપીને કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધારે છે. 

ધન (ભ,ધ,ફ) : ગૃહસ્થ જીવનની વ્યસ્તતામાં ઘણો વધારો થાય. જીવન સાથી સાથે તોછડાઇ અને અવગણનાભર્યું વર્તન કરવાથી બચજો અને આ વિષયે ક્રોધ કરવો તમારા હિતની વિરુદ્ધ જશે. એનાથી સંબંધોની મધુરતામાં ઓછપ આવી શકે છે. જીવનસાથી સાથે ચર્ચા-વિચારણા કરીને કામ કરવાથી ભાગ્ય પ્રેરિત અવરોધો પાર કરી શકશો. આપની રૂચિ ધાર્મિક ક્રિયાઓમાં વધુ રહેશે. આપને પ્રેમ-પ્રસંગ માટે સમય મળવાની શકયતા ઘણી ઓછી છે. 

મકર (ખ,જ) : વ્યાવસાયિક યાત્રાઓ ઉપર ખર્ચ કરશો તો તે મોટા ભાગે વ્યર્થ જ જશે. આથી આ સમયગાળામાં આવા પ્રકારના ખર્ચથી બચવું આપના માટે હિતકારક રહેશે. આ સમયગાળામાં આપના આારામમાં ઘટાડો થાય અને ઊંઘનું પ્રમાણ ઘટે. આ અઠવાડિયે મિત્રો કે પરિવારજનો તરફથી આપને પૂર્ણ સહયોગ નહીં મળે. જમીન, વાહન જેવા વિષયોમાં ખરીદ-વેચાણથી વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે. 

કુંભ (ગ,શ,સ) : પારિવારિક સમસ્યાઓની વિપરીત અસર તમારા માનસ પર પડે અને તેની અસર તમારા નોકરી-વ્યવસાય ઉપર પણ પડવા સંભવ છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા ભાગદોડ ઓછી કરજો. અકસ્માત યોગ હોઇ આ સમયગાળામાં વાહનનો સંભાળીને ઉપયોગ કરજો. દાંપત્ય જીવનની કટુતામાંથી બહાર આવવા માટે પ્રસંગોને માણવાનું રાખશો તો આખરે સર્વ સુખરૂપ બની રહેશે. વ્યવસાયમાં ફાયદો થાય.

મીન (દ,ચ,ઝ,થ) : આ સપ્તાહે આપ થોડાક આર્થિક જોખમો ખેડવાનું સાહસ કરશો. વ્યવસાયમાં પણ જોખમ ઉઠાવવું જરૂરી છે. એવું જો તમને લાગશે તો તમે તેમ કરતાં પણ ખચકાશો નહીં. જો આપ કારકિર્દીમાં લક્ષ્યાંકો સિદ્ધ કરવા વિચારશો તો ઓફિસમાં વધારે સમય પસાર કરશો અને પરિવાર તરફ દુર્લક્ષ્ય આપશો પણ પછીથી આપને આપની ભૂલ સમજાશે. આમ આ સપ્તાહે આપની સમક્ષ ઘર અને ઓફિસ એ બે મુખ્ય પડકારો હશે.

 

You might also like