Categories: Dharm

સાપ્તાહિક રાશિભવિષ્યઃ જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

મેષ (અ,લ,ઈ) : નોકરીમાં સંઘર્ષ હળવો થશે. વેપાર  વ્યવસાયમાં નાણાંની પ્રવાહિતાથી સગવડતા જળવાઇ રહેશે. પ્રવાસ માટે સફળ નિર્ણય લઇ શકશો. કોર્ટ પ્રશ્નો મધ્યસ્થી દ્વારા ઉકેલી શકશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓને આ માસમાં અભ્યાસનું જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થશે. જૂની કબજિયાત, પેટનાં દર્દો, પથરીના દર્દોની સારવાર આ માસમાં જણાય છે. કુટુંબમાં માનહાનિનો અનુભવ થાય. સામાજિક રાજકીય કાર્યક્ષેત્રે મોટી જવાબદારી માથે લેવી નહીં.

વૃષભ (બ,વ,ઉ) : આપ જે કોઇ કાર્ય કરશો તે સંપૂર્ણ ગંભીરતાથી કરશો. સૌપ્રથમ આપ ધ્યાન કેન્દ્રિત કરવા જેવાં ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસ કરશો. આપને આપના માટે, આપના જીવનસાથી કે બાળકો માટે નવા વસ્ત્રો ખરીદવાની જરૂરત મહેસૂસ થશે. આપ કદાચ નવી કલબ, જિમ કે કોઇ સ્ટડીગ્રૂપમાં આપનું નામ નોંધાવશો. આની પાછળ આપના દેખાવમમાં બદલાવ લાવવાની ઇચ્છા અને નવું નવું જાણવાની વૃત્તિ કામ કરતી હશે. આપ આપની માન્યતા-વલણમાં સુરક્ષિત હોવાની બીજા માટે સહાયરૂપ છો.

મિથુન (ક,છ,ઘ) : આ સપ્તાહમાં આપ આપને મનગમતી વ્યક્તિઓનો સંગાથ ઇચ્છશો. એક વિશાળ અને પ્રેમાળ પરિવારના જ એક ભાગ તરીકે આપની ઓળખ હશે. જેનો આપને ગર્વ હશે. આ જ સમયમાં આપ ભાગ્યશાળી, માનસિક રીતે રાહત અનુભવતા, અને જોમ જુસ્સાથી સભર હશો. આ તબક્કા દરમિયાન જીવનમાં કેટલીક આનંદદાયક ઘટનાઓ બનશે. સુખદ પ્રસંગો અને રોમાંચ પણ હશે. કાનૂની પ્રશ્નોનો ઉકેલ આવશે. જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે.

કર્ક (ડ,હ) : સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. જ્ઞાતિજનોમાં માનપાન મેળવશો. શેરબજારનાં કામકાજ માટે આ સમયગાળામાં નવા નિર્ણયો લઇ શકશો. કામકાજની પદ્ધતિમાં પરિવર્તનો લાવશે. નોકરી માટે આ સમય શુભ છે. અધિકારી કૃપા પ્રાપ્ત કરશો. નાણાં સરળતાથી મળે. મુસાફરીઓ આ માસમાં લાભદાયી બની રહેશે. આયાત નિકાસના કામકાજમાં સફળતા જણાય છે. નવા વેપારનો પ્રારંભ શક્ય છે. કાયદા કાનૂની પ્રશ્નો આ સમયમાં સફળ રહેશે.

સિંહ (મ,ટ) : કઇ બાબતને પ્રાથમિકતા આપવી એની મૂંઝવણ ઊભી કરતી ઘટનાઓ આ સમયગાળામાં બને. પ્રેમી કે જીવનસાથીને લઇને મૂંઝવણભરી સ્થિતિ સર્જાય અને તેના ઉકેલ માટે ઘણા પ્રામાણિક પ્રયત્નોની જરૂર વર્તાય. જોકે આ તો તમારા અંગત જીવનની વાત થઇ. કાર્યસ્થળે પડેલી ગૂંચને ઉકેલવા માટે પણ તમારે કડક વ્યક્તિઓનો પરિચય આપવાની જરૂર પડેે. કાનૂની દસ્તાવેજો થાય. આખરે તમારું સામાજિક જીવન ઉત્તમ બને. આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે.

કન્યા (પ,ઠ,ણ) : કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે અને આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. આપની સર્જનાત્મક પૂરજોશમાં બહાર આવશે અને પરિવાર સાથેના સંબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. આપનામાં રહેલી મોહકતા અને સારી સમજણ આપની ખાનગી કે અંગત વાતચીતમાં વધુ ઉત્તેજિત અને ઉત્સાહસભર બનાવશે. ભાત ભાતના મિજાજ ધરાવતા લોકો સાથનો પરિચય હશે.

તુલા (ર,ત) : વેપાર માટે શુભ તકો જણાય છે. નાણાં વ્યવહાર આ માસમાં સફળતાથી સંપન્ન થઇ શકશે. મુસાફરી, કોર્ટ-કાનૂની લવાદો માટે આ સમય શુભ જણાય છે. ગૃહિણીઓને સ્વજનોનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓ અભ્યાસના ‌િનર્ણય લેવામાં સફળ રહેશે. ખાણીપીણીમાં અનિયમિતાથી આરોગ્યમાં બગાડો થશે. કુટુંબમાં ધાર્યા કામો સંપન્ન ન થતાં મિત્રોની મદદ મળે. સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં યશ મેળવશો. શેરબજાર માટે ઉત્સાહનો અભાવ રહેશે. નોકરીમાં પ્રગતિ માટે સંઘર્ષ અનુભવાય.

વૃશ્ચિક (ન,ય) : અપેક્ષિત સલાહસૂચન મેળવી શકશો. નોકરીમાં છુપા હરીફોની ઓળ્ખ થાય. પરંતુ પ્રવૃત્તિઓમાં નિયમિત રહેશો તો વિજયી નીવડશો. વ્યાપારમાં આવકનાં સાધનોની વૃદ્ધિ થશે. નોકરીમાં પરિવર્તનશીલ નિર્ણયો લઇ શકશો તથા કોર્ટ કાનૂની સવાલો ઉકેલવાની ઉત્સાહ વધશે. નાણાંની પ્રવાહિતા જળવાશે. ગૃહિણીઓને સંતાનનો સુખદ અનુભવ થાય. મુસાફરી સરળ રહેશે એ જ રીતે જીવન અને અન્ય લોકો પ્રત્યેનો આપનો અભિગમ પણ સરળ રહેશે.

ધન (ભ,ધ,ફ) : શેરબજાર માટે આ સમય શુભ જણાતો નથી. નોકરીમાં આ સમય અત્યંત વ્યસ્તતા દર્શાવે છે. વેપાર માટે આ માસ એકંદરે શુભ જણાય છે. મુસાફરી દ્વારા કાનૂની પ્રશ્નોની ઉકલ લાવી શકશો. મહિલાઓને સ્વજનોની સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને સફળતાની શંકા હળવી થતી જણાશે. મુસાફરીમાં અગવડ અનુભવશો. પરિવારના સ્વજનો સાથે ક્રોધ કરવો નહીં. વેપારમાં યશસ્વીપણું અનુભવશો. તમે જે મહેનત કરીને પાયો નાખશો, એ તમને સદ્ધર કરશે જ  સાથે સામાજિક  પ્રતિષ્ઠા પણ અપાવશે.

મકર (ખ,જ) : કુટુંબમાં માનહાનિનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રે મોટાં જોખમો ટાળવાં જરૂરી છે. શેરબજાર માટે આ સમય શુભ નથી. નોકરીમાં વધુ પુરુષાર્થનો અનુભવ કરશો. વેપારમાં યશ, સફળતા વિશે સાવધાની રાખવી જરૂરી છે. કોર્ટ પ્રશ્નો માટે આ સમય સફળ જણાય છે. આપને અકસ્માત યોગ હોઇ પ્રવાસ દરમિયાન વિશેષ તેકદારી લેવાની ગણેશજી સલાહ આપે છે. લોકો સાથે મુલાકાત, મિટિંગો, કોન્ફરન્સો જેવી વધારાની પ્રવૃત્તિઓથી આપનો કામનો બોજ વધશે.

કુંભ (ગ,શ,સ) : આરોગ્ય માટે આ સમય એકંદરે સારો રહેશે. વડીલની કૃપા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે યશ મેળવશો. વેપારના સ્વતંત્ર વ્યવસાયમાં શુભ પરિવર્તનો અનુભવશો. નાણાંની આવકનાં સાધનોની વૃદ્ધિ થશે. મુસાફરીમાં યશ અનુભવશો. કોર્ટ પ્રશ્નો વિશેની મૂંઝવણ દૂર થશે. પ્રવાસ દ્વારા વ્યવસાયનાં અધૂરાં કાર્યો પૂર્ણ થશે. કોર્ટ કાનૂની સવાલો હળવા થશે. આશાવાદી દૃષ્ટિકોણને કારણે આપ સુખ અને દુઃખ તથા દરેક કસોટીમાંથી સળરતાથી પાર ઊતરી જશો અને દિશાની સાચી સમજણ પણ મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ) : જ્ઞાતિજનોમાં માનપાન મેળવશો. રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓ યશ અપાવશે. શેરબજારમાં જૂનું રોકાણ સફળ બની રહેશે. નોકરીમાં યશ જણાય એમ છે. વેપાર માટેના નવા સંબંધો અર્થવ્યવસ્થા માટે શુભ પુરવાર થશે. બેન્ક લોન મેળવી શકશો. પ્રવાસની સગવડ જળવાઇ રહેશે. કોર્ટ માટે જરૂરી સલાહ પ્રાપ્ત કરશો. આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનમુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આપના ઉદ્દેશ્યો અને ધ્યેયને ઇચ્છિત દિશામાં વાળો.

admin

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

8 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

9 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

9 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

9 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

9 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

11 hours ago