સાત ગોલ્ડ સાથે બેઇજિંગમાં કેન્યા નંબર વન

બીજિંગઃ કેન્યાએ ચીનની રાજધાની બીજિંગમાં યોજાયેલી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. કેન્યાના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ જીત્યા, જેમાં સાત ગોલ્ડ, છ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે. પોઇન્ટ ટેબલમાં જમૈકા બીજા અને અમેરિકા ત્રીજા સ્થાને રહ્યું છે. 

જમૈકાને સાત ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અમેરિકાએ છ ગોલ્ડ, છ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચેમ્પિયનશિપમાં કોઈ ભારતીય ખેલાડી એક પણ મેડલ જીતી શક્યો નથી. આમ ભારતની ઝોળી ખાલી રહી છે.

ચેમ્પિયનશિપનો અંતિમ મેડલ કેન્યાના એઝબેલ કિપરોપે ૧૫૦૦ મીટર દોડમાં જીત્યો. જોકે ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ચર્ચા જમૈકાના ઉસેન બોલ્ટની રહી રહી, જેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. બીજિંગ આવેલા કેન્યાના બે ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

 

You might also like