સાઇના નેહવાલ વર્લ્ડ ચેમ્પિયન બનવાથી હાથવેંત દુર

જકાર્તા : ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશઇપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઇનલમાં સાઇનાએ લિંડાવેની ફેનાત્રીને 21-17, 21-17થી પરાજય આપ્યો હતો. આ પ્રથમ ઘટનાં છે જ્યારે સાઇના નેહવાલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ કૌવત દાખવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. 

ફાઇનલમાં સાઇના નેહવાલ હાલની વર્લ્ડ ચેમ્પિયન કારોલિના મારિન સામે રવિવારે ટકરાશે. મારિને પણ આકરો સંધર્ષ કરીને કોરિયાની સુંગ જી હ્યુનને 21-17, 15-21, 21-16 થી પરાજય આપ્યો હતો. આ સ્પેનિશ ખેલાડી ગત્ત વર્ષે ચેમ્પિયન બનીને બધાને ચોકાવી દીધા હતા. તત્કાલીન 9માં ક્રમ પર રહેલી ખેલાડીએ અચાનક પોતાનાં પ્રદર્શન દ્વારા લોકોને ચકીત કરી દીધા હતા. 

સાઇનાની વિરુદ્ધ રમી રહેલ ફેનાત્રીએ તે અગાઉ કોઇ મોટી ટુર્નામેન્ટ નથી રમી. ઇજાનાં કારણે તે આખી ટુર્નામેન્ટમાં સહજ રમી શકી નહોતી. જો કે ઇજાને નજર અંદાજ કરીને આ ખેલાડીએ સાઇના સામે ખુબ જ સારી રમત રમી હતી. 

You might also like