સસ્તામાં ખરીદી શકશો ઝીયોમી રેડમી 1S

નવી દિલ્હી : ઝીઓમીના બજેટ હેન્ડ સેટ રેડમી -1એસનાં ફેન્સ એ મુદ્દે નિરાશ છે કે ઝીઓમીએ 1એસનું ફોનનુ ખુબ જ ઝડપી  વેચાણ બંધ કરી દીધુ, પરંતુ જો તેઓ ઇચ્છે તો હજી પણ રેડમી-1એસ ખરીદી શકે છે અને તે પણ સસ્તા દરે.તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ વાત જાણે એમ છે કે આ હેંડસેટ અનબોક્સડ (ખુલ્લેલા સિલવાળા) હશે.

જેનો ઉપયોગ નહી થયેલો હોય પરંતુ અનબોક્સડ હશે અથવા તો પછી અમુક સોફ્ટવેરની નાનકડી તકલીફના કારણે તેને રીફર્બિશ (ફરીથી સેફ્ટવેર નંખાયેલ હોય તેવો ફોન)  કરાયેલા હશે. ઓવરકાર્ટ અને ગ્રીડ ડસ્ટ નામની ઓનલાઇન વેબસાઇટ 23 માર્ચે રેડમી 1એસના આ પ્રકારના ફ્લેશ સેલનુ આયોજન કરશે. અને હજારો યુનિટ્સ આ બંન્ને સાઇટ્સ પર વેચાણ માટે મુકવામાં આવશે. 

ઝીઓમી ઇન્ડિયાના હેડ ઓફ ઓપરેશન્સને જ્યારે પુછવામાં આવ્યુ કે તેઓ ભારતીય બજારમાં આ પ્રકારનો સેલ ઓર્ગેનાઇઝ કરવા માંગે છે કે કેમ તો તેમણે કહ્યુ કે, ‘આ પ્રકારના ફોન( રીફર્બિશ્ડ કે અનબોક્સડ)નુ વેચાણ ઓફ લાઇન રીતે લગભગ દુનિયાના તમામ બજારોમાં થઇ રહ્યુ છે. ગ્રીન ડસ્ટ અને ઓવરકાર્ટની સાથે અમારા ટાઇઅપનાં કારણે આ અનઓર્ગેનાઇઝ્ડ સેલ ઓનલાઇન માર્કેટમાં પહોંચશે અને ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન થશે.

જો બધુ યોગ્ય રીતે ચાલ્યુ તો આ સેલિંગ આગળ પણ ચાલુ રાખવામાં આવશે. ‘અત્રે ઉલ્લેખનીય છે કે ઝીઓમી ફોનની ઓનલાઇન પ્રાઇસ 5,999 રૂપીયા હતી પરંતુ આ બંન્ને સાઇટ્સ પર અનબોક્સ્ડ ફોન 4,999 રૂપીયા અને રીફર્બિશ્ડ ફોનને 4,599માં વેચવામાં આવશે. બંન્ને પ્રકારનાં ફોન પર સેલર્સ 6 મહીનાની વોરંટી આપશે.

You might also like