સવર્ણોને સરકારી રાહત : મેડિકલ અભ્યાસ માટે 2 લાખ સુધીની સહાય

ગાંધીનગર : છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન બાદ અન્ય સમાજમાં પણ અનામતની આગ ન ભડકી ઉઠે તે માટે ડેમેજ કંટ્રોલનાં ભાગરૂપે સરકારે એક પછી એક રાહત પેકેજોની જાહેરાતો ચાલુ કરીદીધી છે. આનંદીબહેન પટેલ માટે સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મુખ્યમંત્રીએ એક બેઠકમાં બેઠક યોજી હતી. બિનઅનામત વર્ગોનાં વિદ્યાર્થીઓ માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. બેરોજગારો માટે વૈકલ્પિક યોજનાઓ અંગે પણ જાહેરાત કરી હતી. 

જો કે આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે અમારી સરકારની પહેલાથી જ ચિંતા હતી. અમે તે અંગે આયોજન કરી જ રહ્યા હતા ત્યાં અનામત આંદોલન ફાટી નિકળ્યું હતું. અમે કોઇનું ખોટુ કર્યુ નથી માટે ઇશ્વર અમારી સાથે છે. મારે ચાર બાબતો જાહેર કરવી છે. છેલ્લા 15 વર્ષમાં અલગ અલગ વર્ગે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે, તેની બધી ખબર ન હોય.

સમાજનું નેતૃત્વ અહીં આવ્યું છે. ત્યારે મારી જાહેરાત કરવી છે. ગત્ત 40 વર્ષમાં નથી થયું તે છેલ્લા 15 વર્ષમાં થયું છે. આનંદબેન પટેલ પોતાનાં ભાષણ દરમિયાન તબિબી, શિક્ષણમાં, એન્જિનિયરિંગમાં અને આઇટીઆઇ2001 સુધીની કોલેજો અને તેની સીટો સામે 2015 સુધી વધેલી કોલેજો અને સીટો સાથે ટકાવારી અને તેની સરાસરીમાં માહિતી આપી હતી. 

જો કે સરકાર દ્વારા સવર્ણો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા તેને વધાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા ખોખરા ખાતેનાં ભાજપ કાર્યાપલ યપર આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉપરાંત ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન મુદ્દે અત્યાર સુધી વાટાઘાટો થકી સમાધાનકારી વલણ બાદ હવે સરકારે કડક પગલાની ચીમકી પણ ઉચ્ચારી હતી. 

સરકારે જાહેર કરેલ સવર્ણ પેકેજ 

* ધો.12 સાયન્સમાં 90થી વધારે પર્સેન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીને 50 ટકા ફી સહાય મળશે.

* સરકારી નોકરી બાબતે તમામ કેટેગરીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો કરવામાં આવશે.

* જિલ્લા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનાં ટ્રેનિંગ સેન્ટરનો ઉભા કરવામાં આવશે

* સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ સરકાર નક્કી કરે તે ધારાધોરણ અનુસાર ફોર્મ ફી અને અન્ય ફી વસુલવાની રહેશે. 

* ખાનગી કોલેજોમાં 75 ટકા બેઠકો જ મેરિટ લિસ્ટ પ્રમાણે ભરાશે.

* સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મેડિકલ અભ્યાસ માટે 2 લાખ સુધીની સહાય અપાશે.

You might also like