સળંગ ચોથા વર્ષે મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી કુલ ૧,૬૦,૯૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સતત ચોથા વર્ષે દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયાના પ્રમુખ અનસ રહમાન જુનેદે કહ્યું કે કુલ ૧,૬૦,૯૫૧ કરોડની સંપત્તિ સાથે રિલાયન્સના મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. પાછલા વર્ષની સરખામણીએ તેઓની સંપત્તિમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે.વિપ્રોના અઝીમ પ્રેમજીના પરોપકારી દાનના કારણે અગ્રણી પાંચ અબજોપતિની યાદીમાંથી બહાર થઇ ગયા છે, જ્યારે બંેગલુરુના બાયોટેક અગ્રણી કિરણ મજમુદાર અબજોપતિની યાદીમાં સામેલ થનાર એકમાત્ર મહિલા છે, જેમની સંપત્તિ છ ટકાના ઘટાડે રૂ. ૬૧૪૩ કરોડ જોવા મળી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાથું છે કે ભારતમાં મોબાઇલ ફોન અને ઇ-કોમર્સે ચાલુ વર્ષે સારું પર્ફોર્મન્સ દર્શાવ્યું છે, જ્યારે રિયલ એસ્ટેટ અને પાવર સેક્ટર ખરાબ રહ્યાં છે. રિપોર્ટમાં એસ.પી. હિન્દુજા તથા હિન્દુજા ગ્રૂપ પરિવાર પાછલા વર્ષે છઠ્ઠા ક્રમે હતો, જ્યારે આ વર્ષે ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. ૪૩ ટકાની વૃદ્ધિ સાથે કુલ સંપત્તિ ૧,૦૩,૦૩૦ કરોડ થઇ ગઇ છે. એ જ પ્રમાણે એચસીએલના સંસ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર ચોથા ક્રમે આવ્યા છે.
You might also like