સલમાન ગજબની વ્યક્તિ છેઃ સ્વરા ભાસ્કર

‘રાંઝણા’ની બિંદિયા હોય કે ‘તનુ વેડ્સ મનુ’ની પાયલ. સ્વરા ભાસ્કરને કોણ જાણતું નથી. સમાનાંતર ભૂમિકાઓ છતાં પણ પોતાની એક્ટિંગના દમ પર તેણે પોતાની ઓળખ બનાવી. તે હવે ‘નિલ બટા સન્નાટા’માં પડકારરૂપ ભૂમિકા ભજવી રહી છે.

‘પ્રેમ રતન ધન પાયો’માં તે સલમાનખાનની બહેન બની છે. સલમાન અંગે વાત કરતાં સ્વરા કહે છે કે સેટ પર સલમાનની એનર્જી જોવાલાયક હતી. તે હંમેશાં સેટ પર મસ્તી-મજાકનો માહોલ બનાવી રાખતા હતા. હું પહેલા દિવસે નર્વસ હતી, પરંતુ તેમણે મને દરેક રીતે સહજ બનાવી. ખાસ કરીને મોટા સ્ટાર્સ સાથી કલાકારોના ડાયલોગ્સ વખતે પોતાના બોડી ડબલનો ઉપયોગ કરે છે, પરંતુ સલમાન મોટા ભાઇની જેમ ખુદ ઊભો રહ્યો. હું તેમની આ પહેલથી ખુશ થઇ ગઇ. તેઓ જરા પણ લેઝી એક્ટર નથી.

સેટ પર તેમનું સ્પેશિયલ કિચન હતું. લંચ ટાઇમમાં તેમના કિચનનું ટેસ્ટી ખાવાનું ખાવા હું ત્યાં જઇને ઊભી રહેતી હતી. સ્વરાને જ્યારે સૂરજ બડજાત્યાએ ‘પ્રેમ રતન ધન પાયો’ની ઓફર કરી ત્યારે તે ખૂબ જ એક્સાઇટેડ હતી. સૂરજ બડજાત્યા એ ડિરેક્ટર્સ છે, જેમણે ભારતમાં લગ્નની રીત જ બદલી દીધી છે. સાઉથનાં લગ્નમાં પણ જૂતાં ચોરવાની પ્રથા શરૂ થઇ ચૂકી છે. સ્વરા કહે છે કે હું ત્રણેય ખાનની હીરોઇન બનવા ઇચ્છું છું. સલમાનની બહેન બન્યા બાદ મારા પર ‘બહેન’નો ટેગ લાગી જશે તે વાત સાથે હું સહમત નથી. ઘણી અભિનેત્રીઓએ અગાઉ પણ આ કામ કર્યું છે. 

You might also like