સલમાનની વાતો અર્થહીન છે તેનાં પર ધ્યાન ન આપો : સલીમ

મુંબઇ : યાકૂબ મેમણનો બચાવ કરવા મુદ્દે ચર્ચામાં આવેલ બોલિવુડ એક્ટર સલમાન ખાનનાં પિતા સલીમ ખાને કહ્યું છે કે તેનાં પુત્રની વાતો અર્થહિન છે. તેમણે કહ્યું કે સલમાને જે કાંઇ પણ કહ્યું છે તે બેકાર બાબતો છે અને લોકોએ તેને મહત્વ ન આપવું જોઇએ. મીડિયા રિપોર્ટસ અનુસાર સલીમે સલમાન ખાનનો સલાહ આપી છે કે તેઓ પોતાનાં ફિલ્ડ એટલે કે ફિલ્મી દુનિયા અંગે વાતો કરે તો જ સારૂ રહેશે. તેમણે ક્હું કે જે વિષય અંગે જ્ઞાન ન હોય તે બાબતે બોલવું ન જોઇએ.

સલીમે કહ્યું કે આવી વાતનું સમર્થન ન કરવું જોઇએ અને આ પ્રકારનાં ટ્વિટ્સ ન કરવા જોઇએ. યાકૂબની ફાંસીની સજા અંગે તેમણે કહ્યું કે તેને જેલમાં રાખવો જોઇએ.સલીમે કહ્યું કે તેમનાં અનુસાર ફાંસીથી પણ મોટી સજા એ ગણાશે કે તેને આખી ઉમર જેલમાં જ રાખવો જોઇએ.

જો કે તે અગાઉ સલીમ ખાન એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સમયે સલમાનનાં સમર્થનમાં હોય તેવું જોવાયું હતું. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને ગત્ત રાતે 14 ટ્વિટ્સ કરીને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેને ફાંસી થઇ છે તે યાકુબ મેમણનો બચાવ કર્યો હતો. સલમાને લખ્યું હતું કે યાકૂબનાં બદલે તેનાં ભાઇ ટાઇગર મેમણને પકડીને લટકાવી દેવામાં આવવો જોઇએ. 

You might also like