સરસપુરમાં યુવાને ગળાફાંસો ખાઇ અાત્મહત્યા કરી  

અમદાવાદઃ સરસપુર વિસ્તારમાં રહેતા એક યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે સરસપુરમાં આંબેડકર બ્રિજના છેડે નૂતન મિલ ચાર રસ્તા પાસે આવેલ ચામુંડા પ્રેસ સ્ટાફ કવાટર્સમાં રહેતા શંકરભાઇ કાંતિભાઇ વાઘેલા નામના રપ વર્ષીય યુવાને મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

તેના ઘરના સભ્યોને સવારે જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આજુબાજુમાં રહેતા લોકો તેમજ પરિવારના સભ્યોના નિવેદન લીધા હતા, પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

You might also like