સરખેજમાં જુગાર રમતા ૧૪ લોકોની ધરપકડ  

અમદાવાદઃ શ્રાવણ માસને શરૂ થવાને થોડા દિવસો બાકી છે ત્યારે શ્રાવણિયો જુગાર ઠેર-ઠેર રમાવાની શરૂઅાત થઈ ગઈ છે અને પોલીસે પણ અાવા જુગારીઅોને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનના પી.અેસ.અાઈ. એ. બી. ચૌધરીને બાતમી મળી હતી કે સરખેજ-મકરબા વિસ્તારના ભરવાડવાસમાં એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે, જેના અાધારે પોલીસે વિજય બચુભાઈ ભરવાડના મકાનમાં દરોડો પાડી હિંમતસિંહ કથાજી ઠાકોર અને અન્ય ૧૩ સભ્યો મળી કુલ ૧૪ જેટલા જુગારીઅોને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. 

પોલીસે રોકડ રૂ. ૨.૫૪ લાખ, નવ મોબાઈલ ફોન, બે વાહનો મળી કૂલ રૂ. ૩.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અારોપીઅોને ઘરમાં જુગાર રમવા બહારથી વિજય ભરવાડ બોલાવી રમાડતો હતો. 

You might also like