સરકાર પાલતુ પ્રાણીઓનાં કલ્યાણ માટે કાયદો બનાવશે

નવી દિલ્હી : સરકાર દેશમાં પહેલી વખત પ્રાણીઓના કલ્યાણ માટે કાયદો બનાવવાની યોજના ધરાવે છે. તેની મદદથી પાલતુ પ્રાણીઓની શોપ્સ, કૂતરાનો ઉછેર અને એકવેરિયમમાં માછલીઓના ઉછેરની પ્રવૃતિને નિયંત્રિત કરી શકાશે.હાલના તબકકે આ પ્રકારની ધંધાકીય પ્રવૃતિના નિયમન અંગે કોઇ નિયમો નથી અને તેને લીધે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, અમાનવીય વર્તણૂક અને અયોગ્ય ઉછેર સામે કોઇ પગલાં લઇ શકાતાં નથી. કાયદા મંત્રાલયે  આ તમામ પ્રવૃતિ અટકાવવા પર્યાવરણ, વન અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયે મોકલેલી દરખાસ્તને મંજૂરી આપી છે.

અગાઉની સરકારે ર૦૧૦માં આ મુદ્દે નિયમ તૈયાર કર્યા હતાં, પરંતુ કયારેય તેનો અમલ કરાયો ન હતો. કાયદા મંત્રાલયના વિભાગે ર૦૧રમાં અભિપ્રાય આપ્યોહતો કે, પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એકટ, ૧૯૬૦ હેઠળ નીતિ સત્ત્।ાના અભાવે પ્રસ્તાવિત નિયમોનો અમલ શકય નથી. ત્યાર પછી પ્રાણીઓના હકક અંગે લડતા લોકોએ મેનકા ગાંધીની આગેવાની હેઠળ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેનકા ગાંધી હાલ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. કાયદા પંચે ગયા મહિને કાયદા મંત્રાલયને અહેવાલ સોંપ્યો હતો.

જેમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકાર પાસે પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એકટ, ૧૯૬૦નાં હેતુને સિધ્ધ કરવા નિયમ બનાવવાની સત્ત્।ા છે. તેને લીધે પર્યાવરણ મંત્રાલયે આ મુદ્દે અગાઉના અભિપ્રાયની સમીક્ષા કરવા જણાવ્યું હતું. આ પ્રકારના નિયમોની રચના અને અમલ માટે લીલી ઝંડી આપી કાયદા વિભાગે જણાવ્યું હતું કે, પાલતુ પ્રાણીઓની શોપ્સ, કૂતરાના ઉછેર અને માછલીઘરના બિઝનેસનું નિયમન જરૃરી છે.

જેથી પ્રાણીઓ પર ક્રૂરતા અટકાવી શકાય. ઇટી પાસે કાયદા વિભાગના આ અભિપ્રાયની નકલ છે અને તેને કાનૂની બાબતોના વિભાગને વિચારણા માટે મોકલાયો  છે. અભિપ્રાયમાં જણાવ્યા અનુસાર નિયમોના માપદંડ કાયદાના હેતુ, આંતરરાષ્ટ્રીય કાનૂન, પ્રોટોકોલ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા જોઇએ. ઉપરાંત, કાયદાનું અર્થઘટન એવી રીતે થવું જોઇએ જે કાયદાના હેતુને નુકસાન ન કરે.

વિદેશના નિયમને ટાંકીને કાયદા મંત્રાલયે જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં પાલતુ પ્રાણીઓની શોપ્સના નિયમનની સમીક્ષા પછી જણાય છે કે, તેમના પ્રાણી કલ્યાણ અંગેના કાયદા ભલે બહુ જૂના હોય, પાલતુ પ્રાણીઓની શોપ્સના નિયમમાં  ઘણો સુધારો આવ્યો છે. અમેરિકાના કૃષિ વિભાગે તો ઇન્ટરનેટ દ્વારા પ્રાણીઓના વેચાણને પણ ર૦૧૩ માં પાલતુ પ્રાણીઓની શોપની વ્યાખ્યામાં સમાવી લીધું હતું.

You might also like