સરકાર ચાલુ વર્ષે રૂ. ૧૫ હજાર કરોડના ગોલ્ડ બોન્ડ બહાર પાડશે

મુંબઇઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં રૂ. ૧૫ હજાર કરોડના મૂલ્યના સરકારી બોન્ડ બહાર પાડશે. સોનાની માગ ઉપર અંકુશ મૂકવા માટે આ પ્રકારની સિક્યોરિટી દ્વારા નાણાં એકઠાં કરવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કેન્દ્રના પ્રધાનમંડળે સરકારી ગોલ્ડ બોન્ડ બહાર પાડવાની મંજૂરી આપી દીધી છે. એક મહિનામાં તે આવવાની સંભાવના છે. આ યોજનાને પોસ્ટ ઓફિસ તથા બ્રોકરો દ્વારા કમિશનના આધારે વેચવામાં આવશે.સરકાર સોનાની આયાત અંકુશમાં રહે તે માટે વિવિધ પગલાં ભરી રહી છે. આયાત ડ્યૂટી પણ ઊંચી રાખી છે તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સોનાની આયાત અંકુશમાં રહે તે માટે વિવધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે, જેના પગલે હવે સરકાર ચાલુ વર્ષે ૧૫ હજાર કરોડના ગોલ્ડ બોન્ડ બહાર પાડે તેમ છે.
You might also like