સરકાર ખેલાડીઓ સાથે કેમ ભેદભાવ કરે છેઃ પંકજ અડવાણી

બેંગલુરુ : સૌરવ કોઠારી અને ચિત્રા માગિમેરાજને અર્જુન એવોર્ડ નહીં આપવાથી નિરાશ થયેલ ભારતના બિલિયર્ડસ અને સ્નૂકરના સ્ટાર ખેલાડી પંકજ અડવાણીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેમ ભેદભાવ કરી રહી છે, અને દેશની બિનઓલિમ્પિક રમતોને યોગ્ય માન્યતા કેમ નથી આપતી.

 

અડવાણીને આજે અહીંયા કર્ણાટક સ્નૂકર અને બિલિયર્ડ સંઘે કરાચીમાં ૧૩મી વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબ જીતવા બદલ સન્માનિત કર્યો હતો. ત્યારબાદ તેમણે પત્રકારોને કહ્યું, ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.

આપણે તમામ રમતોમાં ઓલિમ્પિક અને એશિયાઇ રમતો પર જ ધ્યાન કેમ આપીએ છીએ તથા રમતોમાં અમારી સિદ્ધિનું ગણિત ઓલિમ્પિક પ્રદર્શનના આધારે કેમ છે. અડવાણીએ કરાચીમાં ચીની ક્યૂઇસ્ટ યાન બિંગતાઓને ૬-૨થી હરાવી વિશ્વ ૬-રેડ સ્નૂકરનો ખિતાબ જીત્યો જે તેની કરિયરનો ૧૩મો વિશ્વ ખિતાબ છે, પરંતુ આ સ્ટાર ખેલાડી દેશના બીજા ખેલાડીઓની ખરાબ સ્થિતિથી ચિંતિત છે.

You might also like