સરકારે અદાણી પાસેથી ૭૦૫૩ કરોડની વીજળી ખરીદી

અમદાવાદ: ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૧૬,૬૮૬ કરોડની વીજળી ખરીદ કરી છે. જેમાં સૌથી વધુ અદાણી પાસેથી રૂ. ૭૦૫૩ કરોડની વીજળી ખરીદ કરી છે. રાજ્ય સરકારના માનીતા ગણાતા અદાણી જૂથ પાસેથી સૌથી વધુ ૪૨ ટકા વીજળીની ખરીદી કરવામાં આવી છે. આમ રાજ્ય સરકારે પોતાની માલિકીના વીજળી મથકો ઓછી ક્ષમતાએ ચલાવીને છેલ્લાં બે વર્ષમાં ખાનગી વીજ કંપનીઓને બખ્ખે બખ્ખાં કરાવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ૨,૮૬,૪૦૦ લાખ યુનિટ વીજળી કુલ રૂ. ૮૦૨૩ કરોડમાં તથા ૨૦૧૪-૧૫માં પ્રોવિઝનલ આંકડા પ્રમાણે ૩૨૭૬૫૦ લાખ યુનિટ વીજળી કુલ રૂ. ૮૬૬૩ કરોડમાં ખાનગી વીજ એકમો પાસેથી ખરીદવામાં આવી હતી.બે વર્ષમાં એસ્સાર પાવર લિ. પાસેથી રૂ. ૩૨૯૧ કરોડ, ૧૦૭૮૬૦ લાખ યુનિટ, ભરૃચના પગુથણ સ્થિત ચાઇના લાઇટ એન્ડ પાવર ઇન્ડિયા પ્રા. લિ. પાસેથી રૂ. ૨૭૫ કરોડમાં ૫૩૧૦ લાખ યુનિટ, અદાણી પાવર લિમિટેડ-૧ તથા અદાણી પાવર લિમિટેડ-૨ પાસેથી કુલ રૂ. ૭૦૫૩ કરોડમાં ૨,૬૦,૩૮૦ લાખ યુનિટ, તાતા જૂથની કોસ્ટલ ગુજરાત પાવર કંપની લિ. પાસેથી રૂ. ૫૪૯૭ કરોડમાં રૂ. ૨,૧૮,૮૯૦ લાખ યુનિટ તથા એસીબી (ઇન્ડિયા) લિ. પાસેથી રૂ. ૫૫૮ કરોડમાં ૨૭,૧૩૦ લાખ યુનિટ વીજળી ખરીદાઇ છે. જ્યારે વિવિધ કેપ્ટિવ પાવર પ્લાન્ટસ પાસેથી કુલ રૂ. ૧૨ કરોડમાં ૪૮૦ લાખ યુનિટ વીજળી ખરીદવામાં આવી હતી.
 
You might also like