સરકારી નોકરીમાં લો રેન્ક પર ઇન્ટર્વ્યૂ પ્રથા ખતમ થશે

નવી દિલ્હીઃ લો રેન્ક માટે ઇન્ટર્વ્યુ ખતમ કરવાની યોજના ખૂબ જ જલદી પૂરી થવા જઈ રહી છે. વડા પ્રધાન મોદીઅે અા વર્ષે સ્વતંત્રતા દિવસનું ભાષણ અાપતાં અા યોજનાનો પ્રમુખતાથી ઉલ્લેખ કર્યો હતો. ડિપાર્ટમેન્ટ અોફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે અાની પર કામ શરૂ કરી દીધું છે એવી જાણકારી મેળવવામાં અાવી રહી છે કે એવા કયા પદ છે જેની પર ઇન્ટર્વ્યુને ખતમ કરી શકાય. 

સૂત્રોઅે જણાવ્યું કે સરકાર અા યોજનાને ખૂબ જ જલદી લાગુ કરવા ઇચ્છે છે અને ગ્રૂપ ડીથી તેને શરૂ કરવામાં અાવશે. નક્કી કરેલા સમયની અંદર જ ગ્રૂપ સી અને ગ્રૂપ બી ઉપર પણ અા વાત લાગુ કરવામાં અાવશે. અા યોજનાની પાછળનું કારણ અે છે કે સરકારી નોકરીઅોમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર દૂર થાય અને પસંગદગીની નોકરીઅોમાં સરળતાથી ઇન્ટર્વ્યુ પ્રથા ચાલુ રહી શકે.સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમ મોદીઅે તમામ સરકારી વિભાગોને ઇન્ટર્વ્યુ સિસ્ટમ ખતમ કરીને અોનલાઈન પારદર્શી વ્યવસ્થા હેઠળ નિયુક્તિની વાત કરી હતી.

 

You might also like