સરકારની મંજુરી વગર મહિનો બહાર રહેનાર અધિકારી નોકરી ગુમાવશે

નવી દિલ્હી : સરકાર દ્વારા બનવવામાં આવેલ નવા નિયમો અનુસાર જો આઇએએસ અથવા આઇપીએસ અધિકારી વિદેશમાં કોઇ કામ માટે અનુમતી વગર જ એક  મહિનાથી વધારે સમય વિતાવશે તો તેની પરકાર્યવાહી થઇ શકે છે. આ કાર્યવાહી એટલી કડક હશે કે તેની નોકરી પણ જઇ શકે છે. સરકારની તરફથી આ પગલું તે માટે ભરવામાં આવ્યું છે કારણ કે અમુક બ્યૂરોક્રેટ્સની વિદેશમાં પોસ્ટિંગ પુરી થઇ જવા છતા પણ તેઓએ ભારતમાં પરત ફરીને રિપોર્ટ કરેલ નથી. 

સરકાર દ્વારા બનવવામાં આવેલ નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે જો ઓલ ઇન્ડિયા સર્વિસ આઇએએસ, આઇપીએસ અથવા આઇએફઓએસનો કોઇ પણ અધિકારી બિનઅધિકારીક રીતે સ્વિકૃત કે પછી રજા લઇને અથવા વિદેશમાં તેનો કાર્યકાળ પુરો થઇ ગયા પછી પણ અનુપસ્થિત રહે છે તો તેનાં માટે મહિનાનો વેઇટિંગ પીરિયડ રહેશે અને ત્યાર બાદ રાજ્ય સરકાર અધિકારીની વિરુદ્ધ કારણદર્શક નોટિસ બહાર પાડશે. જ્યાં તેને પોતાની  પક્ષ રાખવા માટેની તક આપવામાં આવશે. 

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) દ્વારા બનાવવામાં આવેલ એક નવા ડ્રાફ્ટનાં રુલમાં કહેવામાં આવ્યું છે કે જો અધિકારી તેમ છતા પણ ડ્યૂટી પર પરત નથી ફતો તો રાજ્ય સરકાર તેનાં રાજીનામાની કાર્યવાહી આગળ વધારશે અને પ્રસ્તાવ કેન્દ્ર સરકારને સોંપશે. ત્યારે જો રાજ્ય સરકાર પોતાનું કામ કરવામાં નિષ્ફળ રહે છે તો પછી કેન્દ્ર સ્વયં સંજ્ઞાન લઇને રાજીનામાં અંગેની કાર્યવાહી કરી શકે છે. 

You might also like