‘સફાઈ’ માટે BCCIનો નવો નિયમ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં હિતોના ટકરાવના મામલાને ખતમ કરવા માટે બીસીસીઆઇએ પગલું ભર્યું છે. બીસીસીઆઇ તરફથી બધાં ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખીને એ વાતની જાણકારી આપવામાં આવી છે કે તેઓ બધા પાસેથી ‘અંડરટેકિંગ’ લે. આ અંડરટેકિંગનો સ્પષ્ટ અર્થ એ થયો કે  બીસીસીઆઇ કે એસોસિયેશન સાથે જોડાયેલી વ્યક્તિ કોઈ કોમર્શિયલ રિલેશન રાખી નહીં શકે. બોર્ડની આ ક્લીન-અપ લાગુ થઈ ગયા પછી સચીન, દ્રવિડ અને કુંબલે જેવી ક્રિકેટ હસ્તીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેઓ હાલમાં બોર્ડ અને આઇપીએલ કે ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા છે.

મળેલી જાણકારી અનુસાર રોજર બિન્નીનો નેશનલ સિલેક્ટર તરીકેનો રોલ ખતમ થઈ શકે છે, કારણ કે સિલેક્શન કમિટીએ તેના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીને ટેસ્ટ આપી છે. ઘણા સિનિયર ખેલાડીઓના કોન્ટ્રાક્ટ પર પણ આફત આવી શકે છે. અનિલ કુંબલે, સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને લક્ષ્મણ જેવા સિનિયર ખેલાડીઓના આઇપીએલ ફ્રેંચાઇઝીઓ સાથે રિલેશન છે. 

બીસીસીઆઇ અંડરટેકિંગ ક્રિકેટ એસોસિયેશનના સભ્યોને પણ કોઈ કોમર્શિયલ રિલેશન રાખવા અંગે મનાઈ આવી જશે. બોર્ડે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે જસ્ટિસ લોઢા કમિટીએ ઓર્ગેનાઇઝેશનમાં રિફોર્મની વાત કહી છે.

આ ખેલાડીઓ સામે મુશ્કેલી ઊભી થશે

સચીનઃ બીસીસીઆઇની ક્રિકેટ એડ્વાઇઝરી કમિટીનો મેમ્બર છે. આ ઉપરાંત તે મુંબઈ ઇન્ડિયન્સનો મેન્ટર પણ છે.

રાહુલ દ્રવિડઃ ઇન્ડિયા અંડર-૧૯ અને ઇન્ડિયા ‘એ’નો કોચ છે, જ્યારે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સનો મેન્ટર પણ છે.

લક્ષ્મણઃ બીસીસીઆઇની ક્રિકેટ એડ્વાઇઝરી કમિટીનો મેમ્બર ઉપરાંત આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટર પણ છે.

ગાંગુલીઃ બીસીસીઆઇ ક્રિકેટ એડ્વાઇઝરી કમિટીનો મેમ્બર અને કોમેન્ટેટર. છેલ્લે ૨૦૧૫માં આઇસીસી વર્લ્ડ કપ માટે કોમેન્ટરી આપી હતી.

કુંબલેઃ બીસીસીઆઇની ટેક્નિકલ કમિટીનો ચેરમેન છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર પણ છે તેમજ ટેનવિકનો કો-ફાઉન્ડર પણ છે. કો-ફાઉન્ડર કંપની સ્પોર્ટ્સ ટ્રેનિંગ અને કન્સલ્ટિંગનો બિઝનેસ કરે છે.

બ્રિજેશ પટેલઃ બીસીસીઆઇની ન્યૂ એરિયા ડેવલપમેન્ટ કમિટીનો ચેરમેન અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનનો સેક્રેટરી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં હેડ (ક્રિકેટ ઓપરેશન) પણ છે.

રવિ શાસ્ત્રીઃ ટીમ ઇન્ડિયાનો ક્રિકેટ ડિરેક્ટર અને સીબીસીઆઇનો કોન્ટ્રાક્ટેડ કોમેન્ટેટર. હાલમાં તે એશીઝમાં કોમેન્ટરી પણ આપી રહ્યો છે. તે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલનો મેમ્બર પણ છે.

સુનીલ ગાવસ્કરઃ બીસીસીઆઇનો કોમેન્ટેટર, જ્યારે પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ ચલાવે છે. જે સ્પોર્ટ્સ માર્કેટિંગ એજન્સી છે અને મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન જેવા યુવાન ક્રિકેટર્સ સાથે કરાર કરે છે.

 

You might also like