સપ્ટેમ્બરમાં ૧૯૫૦ની સાલમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો  

અમદાવાદઃ સામાન્ય રીતે અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનો ચોમાસાની ઋતુની વિદાયનો મહિનો ગણાય છે. સપ્ટેમ્બરમાં મેહુલિયો મન મૂકીને વરસતો નથી. સપ્ટેમ્બરમાં પડેલાં છેલ્લાં દસ વર્ષના રેકર્ડને તપાસતાં ગત તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૫એ સૌથી વધુ એટલે કે પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

તાજેતરમાં ગણેશોત્સવના પ્રારંભથી શહેરમાં લાંબી પ્રતીક્ષા બાદ વરસાદનું આગમન થયું. શહેરમાં ચાર દિવસ વરસાદ પડ્યો, જોકે મેઘરાજાની અનરાધાર મહેર થઈ નહીં. ફક્ત ઝરમરિયો વરસાદ વરસ્યો. અલબત્ત, આના લીધે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવે પુનઃ વરસાદ ગાયબ થયો છે. ગત વર્ષ ૨૦૧૪ની ૯ સપ્ટેમ્બરે શહેરમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ૨૦૧૩ની ૨૫ સપ્ટેમ્બરે પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનાના વરસાદનો અત્યાર સુધીનો ઓલટાઈમ રેકર્ડ વર્ષ ૧૯૫૦નો છે. ગત તા.૧૯ સપ્ટે. ૧૯૫૦એ અમદાવાદમાં મેઘતાંડવ થઈને દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

 

You might also like