સપા બિહારની તમામ સીટો પરથી લડશે ચૂંટણી

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી એકલી જ તમામ 243 સીટો પર ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે. સપાનાં રાજ્યએકમનાં અધ્યક્ષ રામચંદ્ર સિંહ યાદવે જાણકારી આપી હતી કે સમાજવાદી પાર્ટી બિહાર ચૂંટણીની તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખશે. રામચંદ્રએ કહ્યું કે સંસદીય બોર્ડ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યું છે કે અમે બિહારમાં એકલા હાથે ચૂંટણી લડીશું.જે લોકો ગઠબંધનથી દુર છે તેમની સાથે રહીને પણ ચૂંટણી લડી શકીએ છીએ.

યાદવે ભાજપ અને કોંગ્રેસને નાગનાથ અને સાપનાથની સંજ્ઞા આપતા મુલાયમની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી નીતીશ ગઠબંધનનાં નેતા નહોતા બન્યા ત્યાં સુધીમુલાયમ ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા, પરંતુ પછી સોનિયા અને રાહુલ ચાલીસા વાંચવા લાગ્યા.સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓનું આ વક્તવ્ય પાર્ટી હાઇકમાન્ડની મંજુરી બાદ જ બહાર આવ્યું હશે. 

સમાજવાદી પાર્ટી મહાગઠબંધનમાં સીટોની વહેંચણી મુદ્દે વાંકું પડ્યું હતું અને મહાગઠબંધનથી છેડો ફાડ્યો હતો. કોંગ્રેસ, રાજદ, જેડીયુનાં મહાગઠબંધનમાં સપાને માત્ર 5 સીટ જ ફાળવવામાં આવી હતી. તેમાંથી બે સીટો તો લાલુ પ્રસાદ યાદવે પોતાનાં ક્વોટામાંથી આપી હતી. જેનાં કારણે પરેશાન મુલાયમે મહાગઠબંધનથી છેડો ફાડ્યો હતો. 

You might also like