સપા બાદ ટિકીટ વહેંચણી મુદ્દે જદયુનો વસવસો પણ આવ્યો બહાર

પટના : એવું નથી કે બિહારમાં રાજદ અને જેડીયુનાં ગઠબંધનથી બધા જ નેતાઓ ખુશ છે. મોટા ભાગનાંનેતાઓને વસવસો છે પરંતુ બધા વસવસો વ્યક્ત કરી શકે તેવી પરિસ્થિતીમાં નથી. જો કે આ જ્વાળામુખી એક દિવસ તો ફાટવાનો જ છે. પરંતુ હાલ પુરતુ તો બધા જ ખુશ હોવાનો ડોળ કરી રહ્યા છે.

જો કે આરજેડીનાં સીનિયર નેતા રધુવંશ પ્રસાદ સિંહે રવિવારે નીતીશ કુમાર અને તેમનાં પક્ષ પર આકરુ વલણ અખત્યાર કર્યું હતું. તેમણે લાલુ યાદવની હાજરીમાં પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે જો મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર નીતીશ છે તો પછી આરજેડીને વધારે સીટો મળવી જોઇતી હતી. જ્યારે અહીં તો ઉલ્ટું બની રહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પ્રચારમાં પણ આરજેડીને ક્યાંય મહત્વ નથી આપવામાં આવી રહ્યું. દરેક જગ્યાએ માત્ર નીતીશનાં જ ગુણગાન ગવાઇ રહ્યા છે. જેનું પાર્ટીકાર્યકર્તાઓએ પણ સમર્થન કર્યું હતું.

રધુવંશ પ્રસાદે કહ્યું કે જેડીયુએ આપણને 10ની નોટ આપીને 100ની નોટ લઇ લીધી છે. ભાજપનાં આકરા પ્રહારોનો જવાબ ગઠબંધનની તરફથી નથી અપાઇ રહ્યા. ભાજપનાં પોસ્ટરોનો જવાબ જ્યારે ગઠબંધને આપવો જોઇએ ત્યારે અહીં તો બંન્ને પાર્ટીઓ અલગ અલગ પોસ્ટરો દ્વારા તેનો જવાબ આપી છે.

નરેન્દ્ર મોદી પર હૂમલો કરતા તેમણે જણાવ્યું કે, મોદી ભાગલપુરમાં રેલી કરવાથી ડરી ગયા હતા. માટે જ તેમણે રેલીની તારીખ એક સપ્ટેમ્બર કરી દીધી છે. જો કે અમે તેનાં માટે સંપુર્ણ તૈયાર છીએ.

ટિકીટ વહેંચણી મુદ્દે ન માત્ર રાજદ પરંતુ સમાજવાદી પાર્ટી પણ પરેશાન હોય તેવું લાગી રહ્યું છે. બિહારમાં સપા કાર્યકર્તાઓએ રાદજ અને જેડીયુ ઓફીસની સામે પ્રદર્શન કર્યું હતું. ત્યારે સમાજવાદી પાર્ટીનાં નેતાઓ બે દિવસથી ઘરણા પર છે. 

You might also like