સનીનો ફેંસલો તેને તારશે કે ડુબાડશે

પોર્નસ્ટાર સની લિયોન હાલમાં બોલિવૂડમાં ભલે પોતાની અદાઓના જલવા વિખેરતી હોય, પરંતુ તેને આજે પણ સારી  દૃ‌િષ્ટએ જોવાતી નથી. પુરુષ કોઇ સ્ત્રી સાથે રાત વિતાવે તો તેને સારું માનવામાં આવે છે, પણ જો સ્ત્રી કોઇ પુરુષ સાથે રાત વિતાવે તો તેને ખરાબ માનવામાં આવે છે. સની લિયોનની આગામી ફિલ્મ ’વન નાઇટ સ્ટેન્ડ’ આ જ વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં સનીએ ખૂબ જ હોટ અને અંતરંગ  દૃશ્યો આપ્યાં છે. આવાં દૃશ્યોનું શૂટિંગ ઇન્ડિયામાં કરવું ખૂબ મુશ્કેલ છે અને તેથી સની લિયોન હાલમાં આ ફિલ્મનું શૂટિંગ થાઇલેન્ડમાં કરી રહી છે. સની લિયોનને જ્યારે આ ફિલ્મ ઓફર થઇ ત્યારે તેના આશ્ચર્યનું ઠેકાણું ન હતું. તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આટલો મહત્વપૂર્ણ રોલ તેને ક્યારેક ભજવવા મળશે. આ એક સંવેદનશીલ કહાણી છે, જે ફિલ્મમાં કલાત્મક રીતે દર્શાવાઇ છે. 

લિયોન ફિલ્મમાં એક સ્વતંત્ર અને આધુનિક મહિલાના રોલમાં છે, જે આજના સમયમાં બિનધાસ્ત રીતે પુરુષો સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. તે સુંદર અને સ્માર્ટ છે. જિંદગીમાં તેને શું મેળવવું છે તે બહુ સારી રીતે જાણે છે. આ ફિલ્મ ઉપરાંત સની ‘મસ્તીજાદે’ અને ‘બેઇમાન લવ’ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. થોડા દિવસ પહેલાં તેણે એવું નિવેદન આપીને બધાંને ચોંકાવી દીધાં કે તે હવે ફિલ્મોમાં હોટ સીન નહીં આપે અને કિસિંગ સીન પણ નહીં કરે. સની લિયોનને લઇને કોઇ નિર્માતા સાફસુથરી ફિલ્મ તો બનાવશે નહીં તો આવા સંજોગોમાં તેની કરિયર પણ પ્રભાવિત થશે. સની કહે છે કે કિસ પર માત્ર તેના પતિનો હક છે. તે આ બધું ફક્ત તેના પતિ સાથે જ કરી શકે છે. સનીનો આ ફેંસલો તેને ડુબાડશે કે તારશે તે જોવાનું રહ્યું. 

You might also like