સનાતન સંસ્થા પર પ્રતિબંધ માટેની માંગ ફગાવી દેવાઈ

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરે રાજ્યના કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલી માંગણી બાદ જમણેરી પાંખ સંગઠન સંસ્થા સનાતન સંસ્થા ઉપર પ્રતિબંધ મુકવાનો આજે સાફ ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસના ગોવા એકમે સનાતન સંસ્થા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. તેના સભ્યો હિંસાની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. 

ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં લેફ્ટીસ્ટ લિડર ગોવિંદ પંસારેની હત્યાનો આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત આ સંગઠન દ્વારા દેશમાં ધર્મના આધાર ઉપર ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ચલાવવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.  

કોંગ્રેસના પ્રવક્તા દુર્ગાદાસ કામતનું કહેવું છે કે આ સંગઠન ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે ખૂબ જરૂરી છે. સનાતન સંસ્થા જેવી સંસ્થાઓ ધર્મના આધાર ઉપર દેશને વિભાજીત કરવાનું કામ કરી રહી છે, જેથી માત્ર ગોવામાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં આવી સંસ્થા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે ખૂબ જરૂરી છે.  

ભાજપ માટે આ પરીક્ષણનો સમય આવી ગયો છે. ચુંટણી દરમિયાન માત્ર બિનસાંપ્રદાયિક્તાની વાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યો દ્વારા પણ આવી માંગણી ઉઠી ચુકી છે. ભાજપના નેતા દ્વારા પણ સંસ્થા ઉપર પ્રતિબંધની માંગણી કરીને ચિંતા વધારી છે. સનાતન સંસ્થા ઘણા કેસોમાં સંડોવાયેલી હોવાનો આક્ષેપ ભાજપના નેતાઓ પણ કરી ચુક્યા છે.

ઘણા રાજકારણીઓ જેમાં કેટલાક કેબિનેટ પ્રધાનો પણ સામેલ છે. તે જાહેર મંચ ઉપર આ સંસ્થા ઉપર પ્રતિબંધની માંગ કરી ચુક્યા છે. બીજીબાજુ આ સંસ્થાએ વારંવાર નિવેદન જારી કરીને આવા આક્ષેપોને રદીયો આપ્યો છે અને કહ્યું છે કે, હુમલાઓમાં તેમના સભ્યોની કોઈ ભૂમિકા નથી. હત્યાઓના મામલામાં તપાસ ચાલી રહી છે.

 

You might also like