સનત મહેતાની અંતિમયાત્રામાં કોંગ્રેસના અગ્રણીઅો સહિતના લોકો મોટી સંંખ્યામાં જોડાયા

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ નાણાપ્રધ્‍ાાન અને લોકપ્રહરી નેતા સનત મહેતાનો પ્‍ાાર્થિવદેહ અાજે પ્‍ાંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. અાજે સવારે વડોદરા ખાતેના તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. અા અંતિમયાત્રામાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ટોરેન્ટના સુધીર મહેતા સહિતના અાગેવાનો જોડાયા હતા. 

રાજ્યના પ્‍ાૂર્વ નાણાપ્રધ્‍ાાન સનત મહેતાને બુધ્‍ાવારના રોજ હાર્ટએટેક અાવતાં તેમને હોસ્‍િપ્‍ાટલમાં દાખલ કરવામાં અાવ્યા હતા. જ્યાં ગુરુવારે બ્રેઈન ડેડ થવાથી ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સનત મહેતાના પ્‍ાુત્ર શેતલ મહેતા સ‍હિતનાં પ્‍ારિવારજનો તેમને ઘરે લઈ અાવ્યા હતા. જ્યાં તેમની હાર્ટબીટ ચાલતી હોવાથી તેઅો જીવિત જણાતાં ફરીથી તબીબોને બોલાવવામાં અાવ્યા હતા. તબીબોએ તેમને અોક્સિજન સહિતની સારવાર હાથ ધ્‍ારી હતી. અામ છતાં મોડી સાંજે સનતભાઈનું નિધ્‍ાન થયું હતું. 

અાજે સવારે અાઠ વાગે તેમના નિવાસસ્થાનેથી સ્વ. સનત મહેતાની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને પક્ષના સ્થાનિક અાગેવાનો તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

You might also like