સત્તાધીશો મારી પાછળ  ટાઈમ બરબાદ કરી રહ્યા છેઃ સની લિયોન

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી ટીવી પર દર્શાવાતી કોન્ડોમની જાહેરાતને લઈને થયેલા વિવાદ અંગે જવાબ આપતાં પૂર્વ પોર્નસ્ટાર સની લિયોને ટ્વિટ કરતાં જણાવ્યું છે કે મને અે વાતનું દુઃખ થાય છે કે સત્તા પર બેઠેલા લોકો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાને બદલે મારી પાછળ તેમના કીમતી સમય અને અેનર્જી બરબાદ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં સીપીઆઈના સિનિયર નેતા અતુલ અંજાને જણાવ્યું હતું કે સની લિયોનની કોન્ડોમવાળી જાહેરાતથી બળાત્કારના કેસમાં વધારાે થશે. તેમના આ નિવેદનને ભાજપ અને કોંગ્રેસના પણ કેટલાક નેતાઆેઅે સમર્થન આપ્યું છે અને આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માગણી તેજ થઈ ગઈ છે અને આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યાે છે.

વિવિધ નેતાઆેના પ્રતિભાવ

-કોંગ્રેસના સિનિયર પ્રવક્તા ભીમ અફજલે જણાવ્યું કે જાહેરાત સારી છે કે ખરાબ તે મને નથી ખબર, પરંતુ આ જાહેરાત પરિવાર સાથે બેસીને જાેઈ શકાય તેવી નથી.

– ભાજપના સાંસદ અને ભાેજપુરી ગાયક મનાેજ તિવારીઅે પણ સવાલ ઉઠાવતાં જણાવ્યું કે હું આંશિક રીતે અતુલ અંજાન સાથે સહમત છું. જાે આપણે અેવી ચીજનાે પ્રચાર કરીઅે છીઅે, જેનાથી વસ્તીનિયંત્રણ થાય છે તો આ માટે ચરિત્રયવાન લાેકાેની શાેધ કરવી જાેઈઅે. 

– અતુલ અંજાને જણાવ્યું કે સની લિયાનની અેડ્ વલ્ગર છે. હું કાેન્ડાેમની જાહેરાતનાે વિરાેધી નથી, પરંતુ જાહેરાતમાં જે ભાષાનાે ઉપયાેગ કરવામાં આવ્યાે છે તે યાેગ્ય નથી. પાેર્ન અને સની લિયાનના સમર્થકાેનાે વિરાેધ કરવા બદલ  હું માફી માગું છું, પરંતુ આ પ્રકારની જાહેરાતનાે હજુ પણ વિરાેધી છું. 

You might also like