સતત ડર વચ્ચે જિંદગી જીવતા પાકિસ્તાનના પત્રકાર હામીદ મીર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પત્રકારોની હાલત કેવી છે તે અંગે વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ પરથી જાણવા મળી શકે છે. ત્યાંના જાણીતા પત્રકાર હામીદ મીર તેમના જ દેશમાં ડરી ડરીને જિંદગી જીવી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે હામીદ ક્યાંય પણ જાય છે તો તેઓ ત્યાં રાત રોકાશે તેની કોઈને જાણ હોતી નથી. તેમને ડર એટલો બધો છે કે ઓફિસમાં પણ તેઓ પડદા પાછળ રહે છે, પરંતુ આટલી સાવચેતી રાખવા છતાં તેમને દરેક પળે ડર સતાવી રહ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૪૯ વર્ષના હામીદ બે સેલફોન વાપરે છે. તેમને ડરનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમના મિત્ર પણ તેમના સ્થળથી અજાણ રહે છે. તેઓ અલગ અલગ ત્રણ ઘરમાં અલગ અલગ સમયે રહે છે. બે બાળકોના પિતા હામીદ જ્યારે જીઓ ટીવી પર તેમના શો કેપિટલ ટોક માટે સ્ટુડિયો જવા નીકળે છે તો તેઓ બુલેટપ્રૂફ કારમાં જ બેસે છે. આ દરમિયાન તેમની નજર સતત ટ્રાફિક અને તેમની કાર પાસે ઉભેલા વાહનો પર રહે છે. આ દરમિયાન કારમાં તેઓ કોઈનો ફોન આવે તો પણ ઉઠાવતા નથી.

૧૯ એપ્રિલ ૨૦૧૪ના રોજ થયેલા હુમલામાં હામીદનો માંડ માંડ બચાવ થયો હતો તેઓ કરાંચી એરપોર્ટથી જ્યારે તેમની ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા ચાર શખસોએ તેમના પર આડેધાડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તે વખતે પાકિસ્તાનના તાલિબાન ગ્રૂપ તહરીકે તાલીબાને આ હુમલાની જવાબદારી લીધી હતી.

 

You might also like