સંસદ નથી ચાલવા દેતા 40 લોકો હવે લોકસભાનો કિસ્સો હું જનસભામાં મુકુ છું : મોદી

ચંડીગઢ : વડાપ્રધાન મોદીએ ચંડીગઢમાં એક રેલી દરમિયાન એકવાર ફરીથી કોંગ્રેસ પર હૂમલો કર્યો હતો. પૂર્વસૈનિકોને વન રેન્ક વન પેન્શન આપવા માંગે સરકારની અને પોતાની પીઠ થપથપાવતા મોદીએ કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતુ અને સત્તામાં આવ્યા બાદ તેનાં અમલ અંગેનાં પ્રયાસો પણ ચાલુ કરી દીધા અને તેને અમલમાં પણ લાવી દીધું.વડાપ્રધાને કોંગ્રેસને સવાલ કરતા કહ્યું કે OROPનો મુદ્દો ઉકેલાઇ જતા અમુક લોકો પરેશાન છે. તેમને લાગે છે કે મોદીએ આ મુદ્દો ઉકેલી નાખ્યો છે તો હવે આપણે વિરોધ કયા મુદ્દે કરીશું.

વડાપ્રધાન મોદીએ સંસદ ન ચાલવા દેવા અંગે કોંગ્રેસ પર તીખો હૂમલો કરતા કહ્યું કે 40 લોકો સાંસદમાં જે કરી રહ્યા છે તે લોકશાહીની આત્માની વિરુદ્ધ છે.તેમણે કહ્યું કે દેશને વિકાસનાં રસ્તે આગળ ધપાવવો હોય તો સંસદ ચાલે તે જરૂરી છે. તેમણે રેલીને સંબોધિત કરતા કહ્યું કે હું આ મુદ્દાને લોકસભાનાં બદલે જનસભામાં મુકુ છું. કારણ કે જનસભા તો લોકસભા કરતા પણ મોટી હોય છે. 

મોદીએ કહ્યું કે સરકાર વન રેન્ક વન પેન્શનનું ક્રેડિટની હકદાર નથી સાચા હકદારો તો દેશનાં ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો છે. જેમણે કમાણીનાં હિસ્સામાંથી જવાનોનાં સન્માન માટે રકમ આપી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલાની સરકારોએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો નહી અને માત્ર 500 કરોડ રૂપિયા જ ફાળવ્યા પરંતુ અમે જ્યારે આ સંપુર્ણ માંગનો અભ્યાસ કર્યો તો તેનો તમામ ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા નિકળ્યો.

You might also like