સંભાળીને રહેજો…જુલાઈ પછી કર્યા લગ્ન તો થશે છૂટાછેડા  

ભારતીય સંસ્કૃતિમાં મુહૂર્ત અને પંચાંગનો ખૂબ જ મહિમા ગવાય છે. ત્યારે ભારતમાં ૩૦૦ જ્યોતિષીઓ કહે છે કે જુલાઈ ૨૦૧૫ પછી થયેલાં લગ્ન છૂટાછેડામાં પરિણમશે. જ્યોતિષીઓના મત મુજબ પછી શુક્રની સારી દશામાં નથી અને આ દશા એક વર્ષ સુધી રહેશે. તેથી આ કમુરતાનો સમયગાળો એક વર્ષ સુધી ચાલશે. મહેસાણામાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના જ્યોતિષીઓ ખાસ આ બાબતની ચર્ચા કરવા ભેગા થયા હતા. એમાંથી મોટાભાગના જ્યોતિષીઓ જુલાઈ ૨૦૧૫ પછી લગ્નના મુરતની તરફેણમાં નહોતા. પરંતુ એક વર્ષ સુધી લગ્ન ન થાય એ તો શક્ય જ નથી. તેથી જ્યોતિષીઓએ આ સમયમાં સમાધાન પણ આપ્યું છે. જેમને કોઈપણ કારણોસર લગ્ન કરવાનાં જ હોય તેમણે શુક્ર, ચંદ્ર અને અનુષ્ઠાન કરવાં. આમ કરવાથી કદાચ શુક્ર દૃષ્ટિ તમારા પર નહીં પડે.
 
You might also like