સંબંધો સુધારવા માટે પહેલા સીમા વિવાદનો અંત જરૂરી : રાજનાથ

શ્રીનગર : સોમવારે સવારે સાંબા સેક્ટરમાં આઇટીબીપી કેમ્પમાં નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યા બાદ રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરનાં બોર્ડર વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. તેમણે અહીં જવાનોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે બંન્ને દેશોનાં સંબંધ સુધારવા માટે સીમા સહિત તમામ વિવાદોનો ઉકેલ આવવો જોઇએ. 

ગૃહમંત્રી રાજનાથ સિંહે ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં રહેશે અને તમામ બાબતો અંગે માહિતી મેળવશે. ભારત અને ચીનની બોર્ડર પર રસ્તા અને ટેલિકોમ કનેક્ટિવિટીનાં મુદ્દે શરૂઆતથી જ વિવાદ રહ્યો છે. આપણે નવા રસ્તાઓ બનાવી રહ્યા છીએ. જેથી કનેક્ટિવિટી વધારી શકાય. આઇટીબીપીનાં જવાનો જે 3488 કિલોમીટર બોર્ડર પર રક્ષા કરી રહ્યા છે તે ભારત સહિતનાં વિશ્વસનાં સૌથી દુર્ગમ વિસ્તારો પૈકી એક છે.

આઇટીબીપી જવાનો અંગે તેમણે કહ્યું કે તમે હિમવીર જ નહી પરંતુ હિમાલયપુત્રો છે. ગત્ત વર્ષે હેરાતમાં ઇન્ડિયન કોસ્યુલેટ પર આતંકવાદી હૂમલા બાદ જવાનોએ ખુબ જ સારી રીતે મોર્ચો સંભાળ્યો. ભારત જ નહી પરંતુ પાડોશી દેશ અફધાનિસ્તારમાં પણ જવાનો પોતાનો રોલ ખુબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. 

You might also like