સંન્યાસ બાદ પણ જોરદાર ફોર્મમાં સંગાકારા : ૧૬૬ રન ફટકાર્યા

લંડન : ભારત સામેની બીજી ટેસ્ટ બાદ સંન્યાસ લઇ ચુકેલા શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાનું બેટ હજુ પણ શાંત થયુ નથી. સંગાકારાએ ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે તરફથી રમતા માત્ર ૧૩૮ બોલમાં ૧૬૬ રન ફટકાર્યા હતા. આ મેચમાં સંગાકારાની ટીમનો ૪ રને વિજય થયો હતો. રોયલ લંડન વન ડે કપની બીજી સેમિ ફાઇનલ સરે અને નોટિંઘમ શાયર વચ્ચે રમાઇ હતી. સંગાકારાના 166 રનની મદદથી સરેએ પ્રથમ બેટિંગ કરતા પ૦ ઓવરમાં ૩૦૦ રન બનાવ્યા હતા.પોતાની ઇનિંગ દરમિયાન સંગાકારાએ મેદાનની ચારે તરફ શાનદાર શોર્ટ ફટકાર્યા હતા. જવાબમાં 301 રનના ટારગેટનો પીછો કરતા નોટિંઘમશાયરની ટીમ 296 રને ઓલ આઉટ થઇ ગઇ હતી.  સંગાકારાની જોરદાર બેટિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે તેની ટીમનો મુકાબલો 19 સપ્ટેમ્બરે ગ્લૂસેસ્ટરશાયર સામે થશે.

You might also like