સંતાન પ્રાપ્તિનો અમોઘ ઉપાય

728_90

પગલીનો પાડનાર દોને રન્નાદે મા આવી પ્રબળ ઝંખના લગભગ પ્રત્યેક સ્ત્રીને હોય છે. તેમાંય ખાસ કરીને નિઃસંતાન, વંદ્યા, કાકવંદ્યા સ્ત્રીને આવી ઈચ્છા તો ખૂબ હોય છે કે તેને શેર માટીની કદી ખોટ પડે નહીં. જે સ્ત્રીને બાળકો થતાં ન હોય અથવા થઈને પ્રભુને વહાલાં થઈ જતા હોય તેવી સ્ત્રી માટે અહીં એક ઉત્તમ ઉપાય સંતાન પ્રાપ્તિ માટેનો બતાવ્યો છે. જે કરવાથી તમારા ખાલી ઘરમાં બાળકોનો ધમધમાટ થાય છે. જન્મ જન્માંતરથી અગમ્ય કર્માંતર અનુસાર ગ્રહદોષથી અથવા પિતૃદોષથી ઉત્પન્ન થયેલા સંતાન અવરોધને દૂર કરવા ભગવતી મા અંબાની સ્તુતિ શ્રદ્ધા અને નિયમપૂર્વક ઘીના દીવાની સાક્ષીએ કરવી. આમ કરવાથી ગમે તેવા દુષ્કર અવરોધ દૂર થશે. સંતાન પ્રાપ્ત મા જગદંબા અવશ્ય કરાવશે. આમ કરનાર સ્ત્રી અવશ્ય માતા બને છે. તેમાં સહેજ પણ શંકા રાખવી નહીં. વળી, સંતાન પ્રાપ્તિમાં ઉપરના અવરોધ દૂર થતાં બાળકોને થતા અસાધ્ય રોગો પણ મટે છે.

કથા ઃ પૂર્વે સ્વાયંભુવ મનુનો પ્રિયવ્રત નામનો પુત્ર હતો. તે ખૂબ સધાર્મિક હતો. બ્રહ્માજીની આજ્ઞાથી તેણે લગ્ન કર્યા પરંતુ ઘણો સમય થવા છતાં તેને પુત્ર ન થયો. ત્યારે કશ્યપ મુનિએ તેને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાંથી પ્રાપ્ત ચરુ તેમણે રાજાની રાણી માલિનીને આપ્યો. રાણીએ ચરુનો પ્રસાદ લેતાં તેને ગર્ભ રહ્યો. તે ગર્ભ દેવતાઓના બાર વર્ષ સુધી માતાના પેટમાં રહ્યો. જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે તે ખૂબ સુંદર હોવા છતાં મૃત્યુ પામ્યો. તે જોઈ રાણી બેભાન થઈ ગયાં.

રાજા તે બાળકની અંતિમવિધિ માટે સ્મશાનમાં તેને લઈ જાય છે. પરંતુ પુત્ર મોહથી તે બાળકના મૃત શરીરને છાતીએ ચાંપી ખૂબ રડવા લાગ્યો. તે જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનને ભૂલી રડવા લાગ્યો. તે સમયે એક દિવ્ય વિમાન તેના જોવામાં આવ્યું. જેમાં સુંદર અતિ સુંદર એક દેવી તેમાં બેઠાં હતા. રાજાએ તેમને જોઈ બાળક ધરતી પર મૂકી તેમનું પૂજન કર્યું. તેનાં પૂજનથી પ્રસન્ન થયેલા તે દેવી કે જે ભગવાન કાર્તિકેયનાં પત્ની હતા તેમણે રાજાને કહ્યું હે, “હે રાજન, હું અપુત્રને પુત્ર અપનારી,  સ્ત્રી વગરનાને સ્ત્રી આપનારી, ગરીબોને ધન આપનારી છું.” તે પછી તે દેવી માતાએ રાજાને ફરી કહ્યું કે, “હે નૃપેન્દ્ર, તું જગતમાં મારી પૂજાનો પ્રચાર કર, જેથી નિસંતાન સ્ત્રીઓ મારું પૂજન કરે અને તેમને બાળકો થાય.” આમ કહી તે માતાજીએ તે રાજાના બાળકને જીવતું કર્યું, તે પછી તે અંતધ્યાન થઈ ગયાં.

રાજા પાછો પોતાના નગરમાં આવ્યો. બાળકને જીવતું જોઈ રાણી પ્રજાજનો ખુશ થઈ ગયા. હવે રાજાએ ષષ્ઠીમાતાનું પૂજન કર્યું. બ્રાહ્મણોને દાન આપ્યું. દર સુદ છઠે ષષ્ઠીમાતાની પૂજા શરૂ કરાવી. સર્વત્ર આનંદ પ્રસર્યો.

પૂજનઃ નિઃસંતાન સ્ત્રી પુરુષોએ શાલિગ્રામ ભગવાનને પૂજવા. વડના મૂળમાં અથવા ભીંત પર પૂતળી મૂકવી અથવા તેનું ચિત્ર દોરવું. તેની પૂજા કરવી. ષષ્ઠી માતાનું પૂજન કરવું. તેમની ષોડશોપચારે પૂજા અર્ચના કરવી. તેમને નૈવેદ્ય અર્પણ કરવું. ઉત્તમ ફળનો પ્રસાદ કરવો. આરતી કરવી. આમ દર સુદ છઠને દિવસે કરવું. આ વાર્તા વાંચવી.

જે કોઈ નિઃસંતાન મનુષ્ય નીચેના મંત્રનો ૧,૦૦,૦૦૦ વખત જપ ઘીના દીપક સહિત કરે તો તેને ત્યાં અ‍વશ્ય ઉત્તમ સંતાન થાય છે.

મંત્રઃ

ૐ હીં ષષ્ઠી દૈવ્યૈ સ્વાહા. ૧,૦૦,૦૦૦ જપ કરવો.

મંત્રઃ

ૐ દેવકીસુત ગોવિંદ

વાસુદેવ જગત્પતે

દેહિ મે તનયં કૃષ્ણં

ત્વમહં શરણં ગતઃ।

બેમાંથી જે મંત્ર ફાવે તેનો ૧,૦૦,૦૦૦ વખત જપ કરી માતાનું ઉપર મુજબ પૂજન કરવાથી બાળક અવશ્ય થાય છે.

You might also like
728_90