સંજય દત્તને ૩૦ દિવસ સુધીના પેરોલ મંજૂર થયા

મુંબઈ: મુંબઈ સિરિયલ બોંબ ધડાકામાં દોષિત સંજય દત્તને ફરી ૩૦ દિવસની પેરોલ મળી છે. તેણે પોતાની પુત્રીની સર્જરી માટે પેરોલ માટેની અરજી કરી હતી. આ માટે તેણે પૂણે ડિવિઝનલ કમિશ્નરને અરજી આપી હતી જે બે દિવસ પહેલા મંજૂર થઈ છે. બધી કાનૂની વિધિ પૂરી કર્યા બાદ એકાદ-બે દિવસમાં સંજય દત્ત પોતાના ઘરે જઇ શકશે. આ ૩૦ દિવસની પેરોલને ૬૦ દિવસ સુધી લઇ જઈ શકાશે. એનો અર્થ એ થયો કે તે હવે ત્રણ મહિનાની રજા ઉપર રહી શકશે. સંજયે જૂનમાં જ પોતાની પુત્રીની ખરાબ તબિયતનું કારણ આપી ૩૦ દિવસની પેરોલ માંગી હતી. જો કે સંજયની પેરોલને લઇને ભારે વિવાદ થયો હતો. તેને વારંવાર પેરોલ આપવાની બાબતે સામાજિક સંગઠનોએ સવાલ પણ ઉઠાવ્યા હતા અને એવો આરોપ મુકાયો હતો તેના સ્ટાર સ્ટેટસને કારણે તેને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ અપાઇ છે જયારે બાકીનાને નથી અપાતી. સંજય દત્ત મે, ર૦૧૩થી પાંચ વર્ષની બાકીની ૪ર મહિનાની સજા કાપવા માટે જેલમાં છે અને ૧૪૬ દિવસ સુધી પેરોલ કે અન્ય કારણોસરથી બહાર રહ્યો છે. સંજય દત્ત આ વર્ષના જાન્યુઆરીમાં જેલમાં ગયો હતો. તેની સજા આ વર્ષે પૂરી થઇ રહી છે.
 
You might also like