સંગીતને કોઇ દેશની સરહદ નડતી નથી : ગુલામ અલીનું દિલ્હીમાં સ્વાગત

728_90

નવી દિલ્હી : મુંબઇમાં પાકિસ્તાની ગાયક ગુમાલ અલીનો કાર્યક્રમ રદ્દ થયો હતો. ત્યાર બાદ પુનેમાં યોજાનાર કાર્યક્રમ પણ રદ્દ થયા બાદ રાજનીતિ ગરમાઇ ગઇ હતી. બંન્ને દેશોનાં રાજનીતિજ્ઞો પોતાનાં મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે દિલ્હીનાં પર્યટન મંત્રીએ ગાયક ગુમાલ અલીને દિલ્હીમાં આવવા માટેનું આમંત્રણ આપી દીધું છે. આપ સરકારમાં પર્યટન મંત્રી કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે દુનિયાભરમાં પ્રખ્યાત ગુમાલ અલીનો મુંબઇમાં કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યું છે. 

ઉલ્લેખીય છે કે મુંબઇમાં 9 ઓક્ટોબરનાં રોજ પ્રખ્યાત ગઝલ ગાયક ગુલામ અલીનો કાર્યક્રમ આયોજીત થનાર હતો. પરંતુ શિવસેના દ્વારા ભારે વિરોધ વચ્ચે આયોજકોને કાર્યક્રમ રદ્દ કરવું પડ્યું હતું. કપિલ મિશ્રાએ પોતાનાં ટ્વિટમાં લખ્યું છે કે સંગીત તો એક ખુલ્લા આકાશનાં જેવા છે. માટે સંગીતની કોઇ સરહદ નથી. એવામાં સંગીતને દેશનાં વર્તુળમાં બાંધવુ સંભવ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 75 વર્ષીય ગઝલ ગાયક પોતાનો કાર્યક્રમ પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહની યાદમાં કાર્યક્રમ રજુ કરવાનાં હતા.

જો કે બુધવારે શિવસેનાનાં વિરોધનાં કારણે આયોજનકર્તાઓએ મુંબઇમાં કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. 

You might also like
728_90