સંગાકારાનું 'ગાર્ડ ઓફ ઓનર' અને BCCI દ્વારા સન્માન

કોલંબો: શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સંગાકારા પોતાની વિદાય ટેસ્ટ રમવા માટે પી સારા ઓવલ સ્ટેડિયમમાં આજે ઉતર્યો ત્યારે ભારત અને શ્રીલંકાની ટીમોના ખેલાડીઓએ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી તેનું ભાવભીનું સન્માન કર્યું હતું. વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક કુમાર સંગાકારાની છેલ્લી ટેસ્ટ છે. ત્રણ મેચોની સિરિજની બીજી ટેસ્ટ સંગાકારાની વિદાય મેચ છે અને ત્યાર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. આ અંતિમ મેચ માટે ભારતે ટોસ જીતી બેટિંગ લેવાનું નક્કી કરતાં સંગાકારા ફિલ્ડિંગ માટે જેવો મેદાનમાં આવ્યો ત્યારે બોબ-બોય બેટથી એક છત્રનો આકાર બનાવી તેને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપ્યું હતું. આ દરમિયાન બંને ટીમોના ખેલાડી મેદાનમાં હાજર હતા.આ પહેલા બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ દિગ્ગજ ક્રિકેટર સંગાકારાને સમ્માનિત કર્યો હતો. બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરે બીજી ટેસ્ટના પહેલા દિવસે શ્રીલંકા પહોંચી સંગાકારાને એક સ્મૃતિ ચિહ્ન આપી તેનું સન્માન કર્યું હતું. સંગાકારાના નજીકના મિત્ર અને તેની સાથે વિશ્વમાં બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારીમાં સાથ આપનાર મહેલા જયવર્ધેનેએ કહ્યું કે શ્રીલંકાની ક્રિકેટને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડનાર સંગાકારાની વિદાય સાથે ક્રિકેટનો એક સુવર્ણયુગ પુરો થઇ જશે.ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ સંગાકારાને એક શાનદાર ઇન્સાન બનાવ્યો હતો. હું સારી રીતે સમજું છું કે જે ખેલાડી રિટાયર થાય ત્યારે તેને ભાવનાઓ કેવી હોય. છેલ્લા ૨૦ વર્ષના જીવનમાં દિવસ-રાત ક્રિકેટમાં ડૂબેલા રહ્યા પછી આ નિર્ણય ખૂબ અજીબો ગરીબ છે. વિશ્વભરમાં તેનાં આંકડા તેની સારી તસવીર રજૂ કરે છે.
 
You might also like