સંગાકારાની ૧૫ વર્ષની ભવ્ય કેરિયરનો ટેસ્ટ સાથે અંત

728_90
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ પૂર્ણ થવાની સાથે જ મહાન ખેલાડી કુમાર સંગાકારાની કેરીયરનો અંત આવી ગયો છે. આ ટેસ્ટ મેચ કુમાર સંગાકારાની કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હતી. આ ટેસ્ટ મેચમાં સંગાકારા બન્ને ઈનિંગ્સમાં કોઈ વધુ રન કરી શક્યો નહતો. પ્રથમ ઈનિંગ્સમાં સંગાકારા ૩૨ અને બીજી ઈનિંગ્સમાં સંગાકારા ૧૮ રન બનાવી આઉટ થયો હતો. એકંદરે આ ટેસ્ટ મેચમાં તે ૫૦ રન જ કરી શક્યો હતો.  ક્રિકેટ ચાહકોની સાથે-સાથે શ્રીલંકા પણ ઘરઆંગણે સંગાકારાને જીત સાથે વિદાય આપવા ઈચ્છુક હતું પરંતુ કમનસીબે આ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની હાર થઈ હતી. સંગાકારાએ પોતાની ૧૫ વર્ષની ભવ્ય કેરિયરમાં શ્રીલંકા માટે એકપછી એક અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે. તે પોતાના નામ પર પણ કેટલાક વ્યક્તિગત રેકોર્ડ ધરાવે છે. ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં ૩૭ વર્ષીય કુમારા સંગાકારા પાંચ અને ૪૦ રન કરી શક્યો હતો. જ્યારે આ મેદાનની વાત કરવામાં આવે તો સંગાકારાએ છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોની દરેક ઇનિંગ્સમાં શુન્ય રને આઉટ થયો છે. જેમાં જુન મહિનામાં પાકિસ્તાન સામે પ્રથમ જ બોલ પર આઉટ થવાની બાબત પણ સામેલ છે. પરંતુ હવે પોતાની કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમતી વેળા તે આ ખરાબ દેખાવના તેના રેકોર્ડનો અંત લાવવા માટે તૈયાર છે.  શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારા આજે ભાવભીની વિદાયના સમારોહમાં આંસુ રોકી રાખવા કોશિશ કરતો હતો જ્યારે સુનીલ ગાવસ્કરે પૂર્વ ક્રિકેટરોની ક્લબમાં તેનું સ્વાગત કર્યું હતું અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તો તેને બ્રિટનના ઉચ્ચાયુક્ત વડાનું સ્થાન આપવા રજૂઆત કરી છે. મેચના વિદાય સમારોહમાં તમામ હસ્તીઓએ એક પછી એક સ્મૃતિચિન્હ ભેટ આપ્યા હતા. સંગાકારાએ હસતા મોઢે પોતાના આભારવિધિ ભાષણમાં પોતાની પૂર્વ સ્કૂલના પ્રિન્સિપાલથી લઈ કોચ અને ભારતીય ટીમનો આભાર માન્યો હતો. છેલ્લા ૩૦ વર્ષથી મારા ચાહકો મારી રમત જોતા આવ્યા છે. હું જીતું કે હારુ પરંતુ મારા પરિવારે એટલો જ પ્રેમ જાળવ્યો છે. સંગાકારાએ ભારતીય ટીમના સદસ્યો હાથ મેળવ્યો અને ગળે મળ્યો હતો. આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના, વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે, ગાવસ્કર અને શ્રીલંકાના એકમાત્ર વિશ્વકપ વિજેતા કપ્તાન અર્જુન રણતુંગા હાજર હતા.કુમાર સંગાકારાએ પોતાની ટેસ્ટ કેરિયરમાં ૧૩૪ ટેસ્ટ મેચ રમીને ૩૮ સદી ફટકારી છે અને વન-ડેમાં ૪૦૪ વન-ડે મેચ રમીને ૨૫ સદી ફટકારી છે. ટેસ્ટ અને વન-ડે બન્નેમાં તેનો રેકોર્ડ અભૂતપૂર્વ રહ્યો છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઈ જાય છે. ટી-૨૦ મેચમાં પણ તે શ્રીલંકાનો આધારભૂત બેટ્સમેન રહ્યો છે. ટેસ્ટમાં તેની સરેરાશ ૫૭.૫૧ રનની રહી છે. જ્યારે વન-ડે ક્રિકેટમાં તેની સરેરાશ ૪૧.૯૮ રનની રહી  છે. ટેસ્ટ અને વન-ડેમાં અડધી સદીની વાત કરવામાં આવે તો ટેસ્ટમાં બાવન અને વન-ડેમાં ૯૩ અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો ટોપ સ્કોર ૩૧૯ રનનો  રહ્યો છે.કુમાર  સંગાકારને ઓલટાઈમમાં સૌથી મહાન બેટ્સમેન પૈકીના એક તરીકે ગણવામાં આવે છે.
કુમાર સંગાકારા અને જયવર્ધનેએ સાથે મળીને આધુનિક સમયમાં ઘણા રેકોર્ડ કર્યા હતા. ટોપ ઓર્ડરના આ બેટ્સમેને વિકેટકિપીંગમાં પણ કેટલાક રેકોર્ડ સર્જ્યા હતા. વન-ડે ક્રિકેટમાં તે સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર પાંચમો ખેલાડી છે. ક્રિકેટમાં તેને સૌથી પોલીસ્ડ્ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે. છેલ્લા દશકમાં ટેસ્ટ બેટિંગ રેકિંગમાં ડિવીલીયર્સ છવાયેલો રહ્યો હતો. સંગાકારાને કેટલાક એવોર્ડ પણ મળી ચુક્યા છે.
 
You might also like
728_90