શ્વાસને શબ્દોમાં બદલતું ડિવાઈસ

પેરેલાઈઝ થયેલા દરદીઓને બોલવામાં બહુ જ તકલીફ પડે છે. ભારતીય મૂળના સંશોધકોએ એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે જે દરદીના શ્વાસની પેટર્નનું વિશ્લેષણ કરીને શબ્દોમાં ફેરવી શકે છે. અા પ્રોટોટાઈપ દરદીના શ્વાસની પેટર્નનું અર્થઘટન કરે છે. બ્રેથ-સિગ્નલને રેકગ્નિશન સોફ્ટવેર અને એનલોગથી ડિજિટલ કન્વર્ટનો ઉપયોગ કરીને શબ્દોમાં ફેરવે છે. ત્યારબાદ સ્પિચ સિન્થેસાઈઝર શબ્દોને વાંચે છે અને જોરથી બોલે છે. અા ડિવાઈસ ગંભીર પેરેલિસિસના અને બોલવાની ક્ષમતા ખોઈ ચૂકેલા હજારો લોકોનું જીવન બદલી શકે છે.

You might also like