શ્રેણીનું નામ ગાંધી-મન્ડેલા, તો પછી આવું વર્તન કેમ?

કટકઃ અહીં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં દર્શકો દ્વારા મેદાનમાં બોટલ્સ ફેંકાવા અંગે સોશિયલ મીડિયા પર લોકો સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.  દર્શકો ભારતના ખરાબ પ્રદર્શનથી નારાજ હતા, કારણ કે ભારતની ટીમ ૧૭.૨ ઓવરમાં ફક્ત ૯૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.  ટ્વિટર પર માઇકલ વોને લખ્યું, ”કટકમાં બહુ જ ખરાબ દૃશ્ય જોવા મળ્યાં. ભારતમાં ઘણાં બધાં મેદાન છે. કટકના દર્શકોની સજા એ હોવી જોઈએ કે થોડાં વર્ષો સુધી કટકમાં આંતરરાષ્ટ્રીય મેચ ના યોજાય. કટકમાં ટી-૨૦ વિશ્વકપની મેચ ના રમાય.” યુવરાજસિંહે લખ્યું છે, ”શરમજનક… જ્યારે આપણે જીતીએ છીએ ત્યારે બધું સારું, પરંતુ જ્યારે હારીએ ત્યારે આવું વર્તન કરીએ છીએ? ખેલાડીઓ અને રમત પ્રત્યે કંઈક તો શરમ કરો.” તન્વી શર્મા નામની એક યુવતીએ ટ્વિટર પર લખ્યું છે, ”બીજું કંઈ હોય કે નહીં, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાક ભારતીય દર્શકોએ વડા પ્રધાનના સ્વચ્છતા અભિયાનમાંથી કોઈ શીખ મેળવી નથી.” જ્યારે રવીન્દ્ર જાડેજાના પેરોડી એકાઉન્ટથી ટ્વિટ કરનારાએ પોતાની વાત આવી રીતે રજૂ કરી, ”કેવો વિરોધાભાસ છે કે શ્રેણીનું નામ ગાંધી-મન્ડેલાના નામ પર રાખવામાં આવ્યું છે, જેઓ શાંતિ માટે જાણીતા હતા.”
You might also like