શ્રીલંકા સામે સ્વાતંત્રતા દિવસે ભારત હાથમાં આવેલી બાજી હારી ગયુ

ગોલ : શ્રીલંકાની વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં નાટકીય રીતે પરાજીત થયા બાદ ભારતીય કેટ્પન વિરાટ કોહલી દુખી છે. કોહલીએ કહ્યું કે આ પરાજય માટે ટીમ પોતે જ દોષીત છે. કોહલીએ સ્વિકાર્યું કે ટેસ્ટ ત્રીજા દિવસે જ પુરી થઇ જવી જોઇતી હતી પરંતુ તેવુ નહી કરી શકવા બદલ ટીમ પોતે જ દોષીત છે.

શુક્રવારે ત્રીજા દિવસે એક તબક્કે શ્રીલંકાની પાંચ વિકેટ માત્ર 95 રન પર જ ખડી ગઇ હતી. પરંતુ દિનેશ ચાંડીમલે 162 રન ફટકાર્યા હતા જેનાં કારણે શ્રીલંકા ફરી એકવાર મજબુત બન્યું હતું. જીતવા માટે 176 રનનાં લક્ષ્યની સામે ભારતીય ટીમ 112 રનમાં જ આઉટ થઇ ગઇ હતી. 

કોહલીએ મેચ બાદ કહ્યું કે કોઇ અન્ય લોકો દોષિત નથી પરંતુ અમે પોતે જ દોષિત છીએ.બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપ્યા બાદ અમે તક ગુમાવી દીધી હતી. અમારે કાલે જ મેચ પતાવી દેવાની જરૂર હતી. ટેસ્ટ ક્રિકેટની એ જ ખાસીયત હોય છે કે એક ખાસ સમયે આખી મેચનો પાસો પલટાઇ જાય છે અને અમારી સાથે એ જ થયું. જીતનો શ્રેય એન્જેલા મેથ્યુઝને અને તેમની ટીમને જાય છે. રંગના હેરાથ ખુબ જ સારો બોલર છે જેણે સતત અમારી ટીમને દબાણમાં રાખી. 

ભારતીય ટીમમાં શું નબળાઇ રહી ગઇ તેવું પુછવામાં આવતા તેમણે કહ્યું કે વૈચારીક સ્પષ્ટતા અને માનસિક તાકાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે દબાણમાં આવ્યા બાદ સ્પષ્ટ વિચારસરણી જરૂરી છે. આ સમયમાં જ ખેલાડીઓ પોતાની જાતને સાબિત કરી શકે છે. 

You might also like