શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ જીતવા ભારત પર દબાણ

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી કોલંબોમાં ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં નાટયાત્મકરીતે જીતની બાજી અંતે ૬૩ રને ગુમાવી દીધા બાદ કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પર દબાણ વધી રહ્યુ છે. આ ટેસ્ટ મેચ જીતવા માટે ભારત પર ભારે દબાણ છે. જ્યારે બીજી બાજુ શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચ જીતી ગયા બાદ આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણી ૨-૦થી જીતી લેવા ઉત્સુક છે. ભારતીય ટીમ સામે ઓપનિંગને લઇને મોટી સમસ્યા પ્રવર્તી રહી છે. કારણ કે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બાકીની મેચોમાં રમનાર નથી. બીજી બાજુ મુરલી વિજય પણ સંપૂર્ણપણે ફિટ નથી. બીજી બાજુ શ્રીલંકા ઘરઆંગણે ભવ્ય દેખાવ કરવા માટે તૈયાર છે. બન્ને ટીમો સંતુલિત હોવાથી શ્રેણી રોમાંચક બની શકે છે. ભારતે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી છેલ્લા ૨૨ વર્ષથી જીતી નથી.  જેથી પ્રથમ ટેસ્ટ ગુમાવી દીધા બાદ આ મેચ જીતીને તે આશા જીવંત રાખી શકે છે. 
૧૯૯૩માં ભારતે છેલ્લી વખત ૧-૦થી ટેસ્ટ શ્રેણી જીતી હતી જે શ્રીલંકામાં એક માત્ર ટેસ્ટ શ્રેણી જીત હતી. ત્યારબાદથી પરિણામો આવ્યા નથી. ત્યારબાદથી જે ટેસ્ટ શ્રેણી રમાઈ છે જેમાં મોટાભાગે શ્રેણી ડ્રોમાં રહી છે. ૨૦૧૦ બાદથી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ૩-૩નો રેકોર્ડ રહ્યો છે. શ્રીલંકાનો ઘરઆંગણે દેખાવ ખુબ શાનદાર રહ્યો છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં લઇને ભારતીય પસંદગીકારોએ મજબૂત સ્પીન વિભાગને મહત્વ આપ્યું છે.કારણ કે શ્રીલંકામાં પીચ સ્પીનરોને વધુ મદદ કરે છે. અમિત મિશ્રાની આશ્ચર્યજનક પસંદગી કરવામાં આવ્યા બાદ તે શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ૩૨ વર્ષીય મિશ્રા ચાર વર્ષના ગાળા બાદ વાપસી કરી શક્યો છે.  રવિચંદ્ર અશ્વિન અને હરભજનની સાથે શક્તિશાળી સ્પીન એટેક સાથે ભારત મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વીન અને અન્ય બોલરોએ ભારતને જીતની સ્થિતીમાં મુકી દીધા બાદ બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. જેથી ભારતની હાર થઇ હતી.  ભારતીય ટીમમાં પીઢ ખેલાડી હરભજનસિહં, ઝડપી બોલર ઇશાંત શર્મા અને અમિત મિશ્રાની વાપસી કરવામાં આવ્યા બાદ ત્રણેય બોલર શાનદાર દેખાવ કરવા  સજ્જ છે.  ભારતીય ટીમે હાલમાં રહાણેના નેતૃત્વમાં ઝિમ્બાબવે સામે સારો દેખાવ કર્યો હતો અને વનડે શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. જો કે ટ્વેન્ટી -૨૦ શ્રેણી બરોબર રહી હતી.  બન્ને દેશો લૉંબા સમય બાદ મેદાનમાં ઉતરી રહ્યા છે. જેથી બન્ને ટીમોના સ્ટાર ખેલાડી પર નજર રહેશે. ભારત તરફથી રોહિત શર્મા, રહાણે, વિરાટ કોહલી પર તમામની નજર કેન્દ્રિત રહેશે.શ્રીલંકાના મેદાન પર ભારતની કસોટી પણ થનાર છે.શ્રીલંકા માટે પણ મોટી તક છે. કારણ કે આ ટેસ્ટ મેચ બાદ કુમાર  સંગાકારા નિવૃત થનાર છે. જેથી શ્રીલંકા તેને શાનદાર રીતે વિદાય આપવા માટે ઉત્સુક છે. સંગાકારા પણ આ ટેસ્ટને યાદગાર બનાવવા પ્રયાસ કરી શકે છે.
 
You might also like