શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી : શ્રીલંકા સામે આવતા મહિને ઓગસ્ટમાં રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સંદિપ પાટિલની અધ્યક્ષતા મળેલી બેઠકમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં હરભજનસિંહ, ઇશાંત શર્મા અને અમીત મિશ્રાની ટીમમાં જગ્યા મળી છે. કરણ શર્મા અને મોહમંદ શમીનો ઇજાગ્રસ્ત હોવાથી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રવિન્દ્ર જાડેજાને ટીમમાં જગ્યા મળી નથી.

શ્રીલંકા સામે બેસ્ટ ટીમનું સિલેકશન કર્યું હોવાનું સંદિપ પાટિલે જણાવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના કોચ તરીકે કોઇની પસંદગી કરવામાં આવી નથી. અમિત મિશ્રાનો ભારતીય ટીમમાં ચાર વર્ષ બાદ સમાવેશ કરવામાં આવ્યો છે.ભારતીય ટીમ: વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, મુરલી વિજય, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, અજાંકિય રહાણે, રોહિત શર્મા, રિધ્ધિમાન સાહા, હરભજનસિંહ, આર. અશ્વિન, ઉમેશ યાદવ, વરૂણ અરોન, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા

You might also like