શ્રીલંકાના બોલર અજંતા મેન્ડિસનું દર્દઃ ધોની અને સેહવાગે મારી કારકિર્દી ખતમ કરી નાખી

નવી દિલ્હી: શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસે 2008થી 2011 એમ ત્રણ વર્ષ દરમિયાન વિશ્વભરના ક્રિકેટરોને પોતાની બોલિંગની તાલે નચાવ્યા હતા. જોકે 2011 પછી મેન્ડિસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લગભગ ગાયબ જેવો થઈ ગયો છે અને તેમાં મોટો ફાળો ભારતીય બેટ્સમેનોનો છે.  આ વાતનો ખુલાસો અજંતા મેન્ડિસે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુંમાં કર્યો હતો.  મેન્ડિસના મતે સહેવાગ અને ધોની એવા પ્રથમ બેટ્સમેન હતા, જેઓ મારા બોલને સારી રીતે રમી શકતા હતા. આ બન્ને્ બેટ્સમેનોના કારણે મારી કારકિર્દી પ્રભાવિત થઈ હતી.મેન્ડિસે જણાવ્યું હતું કે, ‘‘જે બેટ્સમેનો સામે મે બોલિંગ કરે છે તેમાં મહેન્દ્રસિંહ ધોની મારા બોલને સૌથી સારી રીતે રમતો હતો, આવી જ રીતે સહેવાગ પણ કરતો હતો. સહેવાગ મને સેટ પણ થવા દેતો ન હતો. તમે તેને ખરાબ બોલ નાખો તો તે બોલ બાઉન્ડ્રીને બહાર જ હોય.’’ અજંતા મેન્ડિસે 2008ની શ્રેણીમાં ભારતીય  બેટ્સમેનો માટે બન્યો હતો માથાનો દુખાવો બન્યો હતો. ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 26 વિકેટ ઝડપી હતી અને મુરલીધરન જેવા દિગ્ગજને પણ પાછળ રાખી દીધો હતો. કેરમ બોલ મેન્ડિસને દેન છે. એશિયા કપની ફાઇનલમાં મેન્ડિસ પ્રથમ વખત ભારત સામે રહ્યો હતો અને 6 વિકેટો ઝડપી હતી. જોકે આ એક શ્રેણી પછી ભારતીય બેટ્સમેનો તેને સારી રીતે રમતા હતા.
 
You might also like