શ્રીનરનારાયણદેવનું માહાત્મ્ય

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે વચનામૃતમાં વર્ણવેલું’શ્રી નરનારાયણદેવના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું અાત્મા છું, અભેદ્ય છું, સચિચ્દાનંદ છું અને અમારી જે મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે.’ (પ્ર. ૮)
 
‘અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનરાયણના સમ છે.’ (પ્ર. ૩૭)
 
‘અથવા શ્રી નરનારાયણના અાશ્રમમાં જઇને તે અાશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું.’ (પ્ર. ૪૦)
 
‘અમારી અાજ્ઞા છે જે હરિ ભક્ત માત્રને શ્રી નરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી (છપાવી) દઈશું તે પૂજ્જો… હરિ ભક્ત માત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી.’ (પ્ર. ૪૮)
 
અા સંસારમાં દૃઢ બ્રહ્મચર્યવાળા તો અેક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો અાપણે અાશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે અે નરનારાયણનું ભજન કરીને અાપણે પણ અે સરખા જ નિષ્કામી થઈશું. સ્ત્રી રૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી. યોગ કળાઅે કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દૃઢ બ્રહ્મચર્યવાળા થાય છે પણ બીજાથી થવાતું નથી, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દૃઢ બ્રહ્મચારી થશે.’ (પ્ર. ૭૩)
 
‘અાપણે તો શ્રી નરનારાયણના દાસ છીઅે, તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું અને અે શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે. ને જો અેમને ઘટાડવો હશે તો ઘટી જશે અને અે નરનારાયણ અાપણને હાથીઅે બેસાડે તો હાથીઅે બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું અને અે શ્રી નરનારાયણના ચરણાર્વિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિં. અાપણા પતિ જે નરનારાયણ તેના અાપણે દાસ છીઅે. તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાન પાનાદિક જે ભોગ સર્વે, પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે, પણ અધિક રાખે નહીં તેમ અાપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી અાપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખવું જોઈઅે. અનંત કોટી બ્રહ્માંડના પતિ, બ્રહ્મપુર, ગોલોકને વૈકુંઠાદિક ધામના પતિ અને રાધિકા લક્ષ્મી અાદિક જે પોતાની શક્તિ તેના પતિ એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારું બેસે! તેમાં પણ બીજા અવતાર કરતાં અાપણા પતિ જે નરનરાયણ તે તો અત્યંત ત્યાગી છે. અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. નરનારાયણ તો સાક્ષાત ભગવાન છે.’ (પ્ર. ૭૪)
 
‘એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાઅે કરીને મોટું તપ કરે છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે.’ (સા. ૧૬)
એને વિષે રહ્યા થકા તો એક નારાયણ ઋષિ પરાભાવ ન થાય.’ (લો. ૧૩)
 
‘અાપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રી અમદાવાદ નગરને વિશે કરાવ્યું છે. ને શ્રી નરનારાયણ દેવની ઇચ્છા હશે તો (બીજાં) મંદિર થશે. ઉત્સવને દિવસે શ્રી નરનારાયણની ઇચ્છાઅે કરીને કોઈ વાર હજારુંને લાખું રૂપિયાની સામગ્રીઅે કરીને ઉત્સવ થાય. એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ ક્યારેક તો સૃષ્ટિમાં ન હોય ત્યારે શ્રી નરનારાયણને વિશે રહે છે અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વરતીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શિખવાડે છે.’ (મ. ૨૧)
 
‘અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. અમારા અંતરમાં એક ભગવાન નરનારાયણ વિના બીજું કંઈ ગમ્યું નહીં.’ 
You might also like