શ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે

શ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે અને માયા અંધકાર જેવી છે. જો સૂર્ય પ્રકાશતો હોય તો અંધકાર સંભવી શકતો નથી. તેવી જ રીતે જો મનમાં શ્રીકૃષ્ણ બેઠા હોય તો તે મન, માયાના પ્રભાવથી અશાંત બનવાની તાકાત નથી. બધા ભૌતિક વિચારોને નકારવાની યૌગિક પદ્ધતિ કામ નહિ લાગે. મનમાં શૂન્યાવકાશ પેદા કરવાનો પ્રયાસ કૃત્રિમ છે. એ અવકાશ ટકશે નહિ. તેમ છતાં, જો માણસ હંમેશાં કૃષ્ણાચિંતન અને કૃષ્ણ ઉત્તમ રીતે સેવા કેમ થાય એનો જ વિચાર કરે, તો તેનં મન સહજપણે કાબૂમાં રહેશે.

એવી જ રીતે ક્રોધમાં કાબૂ રાખી શકાય. આપણે ક્રોધને પૂરેપૂરો રોકી શકતા નથી. પણ જેઓ ભગવાનની કે ભગવાનના ભક્તોની નિંદા કરે છે. તેમના ઉપર ગસ્સે થઇને તો આપણે કૃષ્ણ ભાવનામાં ક્રોધમાં કાબૂમાં રાખીએ છીએ. નિત્યાનંદ પ્રભની જેમણે નિંદા કરી હતી. અને તેમના ઉપર જેમણે હમલો કર્યો હતો. તેવા જગાઇ અને મઘાઇ નામના ભાઇઓ ઉપર ભગવાન ચૈતન્ય મહાપ્રભ ગસ્સે થયા હતા. પોતાના ‘શિક્ષાત્મક’માં મહાપ્રભ ચૈતન્યે લખ્યં છે ‘માણસે ઘાસના તણખલા કરતાં વધારે નમ્ર અને વૃક્ષ કરતાં વધારે સહિષ્ણ થવં જોઇએ.’

તો પછી કોઇને પ્રશ્ન થાય કે ભગવાને કેમ ક્રોધ કર્યો ? વાત એમ છે કે પોતાનાં બધાં અપમાન વેઠી લેવા માણસે તૈયાર થવં જોઇએ. પરંત જ્યારે શ્રીકૃષ્ણ કે તેમના પવિત્ર ભક્તની નિંદા થાય, ત્યારે સાચો ભક્ત ગસ્સે થાય છે અને પાપીઓની સામે અગ્નિની જેમ વર્તે છે. ક્રોધને અટકાવી શકાતો નથી. પણ તેને સાચી દિશામાં વાળી શકાય છે. હનમાને ગસ્સામાં આવીને લંકાને આગ ચાંપી હતી. છતાં ભગવાન રામચંદ્રના પરમ ભક્ત તરીકે તેમની પૂજા થાય છે. આનો અર્થ એટલો જ થાય છે કે તેમણે પોતાના ક્રોધનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો. 

અર્જન એનો બીજો દાખલો છે. તે પોતે લડવા ઇચ્છતા ન હતા પણ શ્રીકૃષ્ણે તેમના ક્રોધને સતેજ કર્યો , ‘તારે લડવં જ પડશે’ ગસ્સા સિવાય લડવાનં શક્ય નથી. છતાં જ્યારે ગસ્સાનો ઉપયોગ ભગવાનની સેવામાં થાય છે ત્યારે તેના ઉપર સંયમ આવે છે. જીભના વેગો માટે તો આપણે જાણીએ છીએ કે તેને સ્વાદિષ્ટ વસ્તઓ ખાવા ઇચ્છા થાય છે. સામાન્ય રીતે જીભની ઇચ્છા પ્રમાણે આપણે તેને ખાવા દેવં જોઇએ નહી. પણ પ્રસાદ આપીને તેના ઉપર સંયમ રાખવો જોઇએ. ભક્તનં વલણ એવં હોય છે કે જ્યારે શ્રીકૃષ્ણ તેને પ્રસાદ આપશે 

ત્યારે તે જમશે. જીભનો વેગ કાબૂમાં રાખવાનો આ રસ્તો છે. નિયત સમયે માણસે ‘પ્રસાદ’ લેવો જોઇએ. અને પેટના કે જીભના તરંગને સંતોષવા ખાતર હોટલ કે મીઠાઇઘરમાં ખાવં જોઇએ નહિ. જો આપણે માત્ર ‘પ્રસાદ’ લેવાના સિદ્ધા્ંતને વળગી રહીએ, તો પેટ અને જીભના વેગો ઉપર કાબૂ રાખી શકાય.એવી જ રીતે જાતીય વેગને બિનજરૂરી ઉપયોગ ન કરીને તેને કાબૂમાં રાખી શકાય. જનનેન્દ્રિયનો ઉપયોગ કૃષ્ણ ભાવનાવાળં સંતાન પ્રાપ્ત કરવા માટે જ કરવો જોઇએ નહિં. તો તેનો ઉપયોગ કરવો  ન જોઇએ.

કૃષ્ણ ભાવનામૃત સંઘ જનનેન્દ્રિયના સંતોષ ખાતર નહિ. પણ કૃષ્ણભાવનાવાળાં સંતાન મેળવવા માટે લગ્નને ઉત્તેજન આપે છે. કૃષ્ણભાવનાવાળાં ઘણાં બાળકોની આપણને જરૂર છે. અને જે આવં કૃષ્ણભાવનાવાળં બાળક જન્માવી શકે. તેમને જનનેન્દ્રિયનો ઉપયોગ કરવાની છૂટ અપાય છે.

કૃષ્ણ ભાવનાવાળા સંયમની પદ્ધતિમાં જ્યારે માણસને પૂરતી તાલીમ મળે છે. ત્યારે તે સાચા ગર થવા માટે લાયક બની શકે છે.  ‘ઉપદેશામૃત’ના પોતાના ‘અનવૃ‌િત્ત’ ભાષ્યમાં શ્રીલ ભ‌િક્ત સિદ્ધાંત સરસ્વતી ઠાકર લખે છે કે, આપણં 

ભૌતિમક તાદાત્મ્ય ત્રણ જાતના વેગ પેદા કરે છે.  વાણીનો વેગ, મનનો વેગ અને શરીરના આવેગો. જ્યારે જીવ આ ત્રણ પ્રકારના વેગોનો ભોગો બને છે ત્યારે તેનં જીવન અમંગળ બને છે. આ વેગોનો પ્રતિકાર કરવાનો જે અભ્યાસ કરે છે તે ‘તપસ્વી’ કહેવાય છે.

– શાસ્ત્રી હિમાંશ વ્યાસ

You might also like