શ્યોમીના ફ્લેગશિપ કિલર MI-4ની કિંમતમાં ઘટાડો

નવી દિલ્હી : ચાઇનીઝ કંપની શ્યાઓMIએ પોતાનાં ફ્લેગશિપ ફોન MI-4ની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. 2014માં લોન્ચ થયેલ આ ફ્લેગશિપના 16 જીબી વેરિઅન્ટની કિંમત હવે 17,999 હશે. તેની પહેલા આ ફોનની કિંમત 20,000 રૂપિયા હતી. શ્યોMIની ફેસબુકના પેજ અનુસાર ફોનના બંન્ને વેરિયન્ટ 16 જીબી અને 64 જીબી વેરિએન્ટની કિંમતમાં ૨,૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

લુક વાઇઝ MI-4 એપલના આઇફોન 5એસ જેવો જ દેખાય છે. તેમા એક ખાસ ટેકનિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તમે તેનું કલર ટેમ્પ્રેચર બદલી શકો છો. કંપનીએ અગાઉ શ્યોમી MI-3 લોન્ચ કર્યો હતો. જે ખુબ સફળ રહ્યા બાદ MI-4 સીરીઝ લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. પોર્ટફોલિયો અને મેકઅપની ટેકનિક આ ફોનને ખાસ બનાવે છે. કંપનીએ હાલમાં જ આ દાવો કર્યો હતો કે જુલાઇ મહિના સુધીમાં કંપનીનો 1 મિલિયન ફોન વેચવાનો ટાર્ગેટ છે. તેણે આ ટાર્ગેટ એચિવ કર્યો જેના પગલે તેને ગિનિસ બુકમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.

MI-4ની ખાસીયતઆ ફોનમાં 2.5 ગીગા હર્ટઝ ક્વોડકોર સ્નૈપ ડ્રેગન 801 પ્રોસેસર છે અને તેની 3 જીબી રેમ છે. MI-4 16 જીબી અને 64 જીબી ઇનબિલ્ટ મેમરી વર્જન છે. આ સ્માર્ટફોનની મેમરીને એક્સપેન્ડ કરી શકાય તેમ નથી. આ ફોનની ડિસપ્લેની વાત કરીએ તો તેમાં 5 ઇંચની ફુલ એચડી ડિસપ્લે છે. સાથે જ MI-4માં 13 મેગાપિક્સલનો રીયર કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં 3080 mAhની બેટરી લાગેલી છે.

કંપનીનો દાવો છે કે MI-4ની બેટરી એકવાર ફુલ ચાર્જ કરી દેવામાં આવે તો દોઢ દિવસનો બેટરી બેકઅપ આપે છે. તેની સાથે તેમાં ક્વિક ચાર્જિંગનુ ફીચર ઇનબિલ્ટ છે. જેથી એક કલાકમાં લગભગ 60 % સુધી ચાર્જિંગ જોઇ શકાય છે. આ સ્માર્ટફોનની એક ખાસીયત છે કે તેની ઓપરેટિંગ સિસ્ટમ MIUI -6ને સપોર્ટ કરે છે. જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ કિટકેટ 4.4 પર આધારિત છે. 

You might also like