શ્યોમીએ MI-4નાં ભાવમાં કર્યો અધધધ ઘટાડો

અમદાવાદ : શ્યોમીએ ગત્ત વર્ષે 22 જુલાઇનાં રોજ ભારતમાં પોતાનો ફોન લોન્ચ કર્યો હતો અને આ અઠવાડીયે કંપની પોતાનું પ્રથમ વર્ષ ઉજવી રહી છે. જેનાં હેઠળ કંપનીએ MI-4i નું નવુ વર્જન લોન્ચ કર્યો છે અને હવે કંપનીએ યૂઝર્સનાં માટે એક ડિલ રજુ કરી છે. ઝ્યોમીએ MI-4ની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. 

પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શ્યોમીએ જાણકારી આપી છે જેમાં MI-4નાં 64 જીબી વેરિઅન્ટમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે જેનાં પગલે તેની કિંમત 17,999 /- રૂપિયામાં રજુ કરી છે. MI-4ની કિંમતમાં કપાત 24 કલાક માટે કરવામાં આવી છે. ફ્લિપકાર્ટ  અને શ્યોમી ઇન્ડિયાની વેબસાઇટ આ સ્કિમ ચાલી રહી છે.

તે સાથે જ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન એક્સચેન્જ ઓફર હેઠળ 5 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે 12,999/- રૂપિયામાં લિસ્ટેડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોનને 23,999/-માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ઘટાડીને 19,999/- રૂપિયા કરી દેવામાં આવી હતી. 

શ્યોમી MI-4માં 5 ઇન્ચની ફુલ એચડી ડિસ્પ્લે, 2.5 GHz ક્વાલકોમ સ્નેડડ્રેગન 801 ક્વાર્ડ કોર પ્રોસેસર, 3 GB રેમ, એન્ડ્રોઇડ 4.4 કિટકેટ MIUI6 યુઆઇની સાથે, 13 MP રિયર અને 8 MP ફ્રંટ કેમેરો, 3080 mAhની બેટરી આપવામાં આવી હતી. 

You might also like